________________
११६
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१५
છાયા :
અવ. ક્રમવાદી પક્ષે કરેલો બચાવ અને તેનો સિદ્ધાંતીએ આપેલો ઉત્તરમાથા : भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि ।
भण्णइ ण पंचणाणी जहेव अरहा तहेयं पि ।।१५।। भण्यते यथा चतुर्ज्ञानी युज्यते नियमात् तथैव एतदपि ।
भण्यते न पञ्चज्ञानी यथैव अर्हन् तथैतदपि ।।१५।। અન્યથાર્થ : માઇક્ = કહે છે, નદ = જેમ ઘડVIIળી = ચાર જ્ઞાની ગુન =
ઘટી શકે છે તદેવ = તે રીતે જ પિ = આ પણ ળિયHT = નિચ્ચે ગુw = ઘટી શકે છે. મારૂ = કહે છે, નદેવ = જે રીતે જ ગરી = અરિહંત ભગવંત જ પંચUTI = પંચજ્ઞાની નથી તહેવું
પિ = તે રીતે આ પણ ન = નથી. ગાથાર્થ ક્રમવાદી કહે છે કે, જે રીતે ક્રમિક ઉપયોગ હોવા છતાં ચતુર્કાની નિચ્ચે કહી શકાય છે, તે રીતે, આ પણ અર્થાત્ ક્રમિક ઉપયોગ સ્વીકારવા છતાં પણ કેવલીભગવંતમાં અનંતજ્ઞાન-અનંતદર્શન કહી શકાય છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, જેમ કેવલીભગવંત પંચજ્ઞાની ઘટી શકતા નથી, તે રીતે આ પણ અર્થાત્ કેવલીભગવંત, ભેદથી જ્ઞાનવાનુ-દર્શનવાનું છે એવું ઘટી શકતું નથી.
તાત્પર્યાર્થ : ક્રમવાદી કહે છે કે, જેમ કોઈ ચાર જ્ઞાનવાળા છબસ્થ મહાત્મા ક્રમથી ઉપયોગમાં વર્તતા હોવા છતાં ચારે જ્ઞાનની શક્તિ સતત હોવાને લીધે સાદિઅપર્યવસિતજ્ઞાનવાળા, સદા જ્ઞાનોપલબ્ધિવાળા, વ્યક્તબોધવાળા, જ્ઞાતદષ્ટભાષી તેમજ જ્ઞાતા અને દૃષ્ટા કહેવાય છે, તેવી રીતે ઉપયોગનો ક્રમ હોવા છતાં કેવલી પણ શક્તિની અપેક્ષાએ અનંતજ્ઞાનદર્શનવાનું, સદા સર્વજ્ઞ-સર્વદર્શી, વ્યક્તબોધવાનું, જ્ઞાતદૃષ્ટભાષી, જ્ઞાતા અને દૃષ્ટા કહેવાશે. તો પછી કહેવાયેલા દોષો ક્રમપક્ષમાં કેવી રીતે લાગે ?
ક્રમવાદીના આ બચાવનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, શક્તિની અપેક્ષા કેવલીમાં લેવી ન ઘટે; નહિ તો શક્તિ હોવા છતાં અરિહંત પંચજ્ઞાની કેમ નથી કહેવાતા ? તેથી એમ માનવું જોઈએ કે, સાદિ-અનંત જ્ઞાન, સર્વજ્ઞ, સર્વદર્શીપણું આદિ જે સર્વજ્ઞમાં વ્યવહારાય છે, તે લબ્ધિની અપેક્ષાએ નહિ, પણ ઉપયોગની અપેક્ષાએ જ ઘટાવવું.
અહીં એ સમજવું કે, ક્રમિક ઉપયોગ હોવો એ ક્ષયોપશમભાવનું કાર્ય છે માટે, છબસ્થમાં ક્રમિક ઉપયોગ સંભવે છે, પણ કેવલીમાં ક્ષયોમસમભાવનો અભાવ હોવાથી તેના કાર્યસ્વરૂપ ક્રમિક ઉપયોગનો પણ અભાવ છે. જે રીતે, મતિજ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષય થવા છતાં એકદેશને ગ્રહણ કરનારા હોવાથી મતિજ્ઞાન વગેરેની કેવલીમાં કેવલજ્ઞાનથી ભિન્નરૂપે વિવક્ષા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org