________________
११४
સંતિતર્જર,
ડું-૨, ગાથા-૨૦-૨૪
૨. સાકારગ્રહણ અને નિરાકારગ્રહણમાં તફાવત એટલો જ હોય છે કે, પહેલું વ્યક્ત હોય છે અને બીજું અવ્યક્ત. હવે જો કેવલીમાં આવરણનો સર્વથા વિલય થયો છે, તો તેના ઉપયોગમાં વ્યક્તપણા અને અવ્યક્તપણાનો ભેદ શી રીતે હોઈ શકે ? કારણ કે, એ ભેદ તો આવરણકૃત છે. તેથી, કેવલીનો બોધ સામાન્ય અને વિશેષ ઉભય પ્રકારના શેયને સ્પર્શનારો છે, એમ માનવું જોઈએ.
અહીં, ગ્રાહ્ય એવા વિષયો સામાન્ય અને વિશેષ ઉભય પ્રકારના હોવાથી ગ્રાહક એવા દર્શન અને જ્ઞાન એમ બે ઉપયોગ છે જો એવી કલ્પના કરવામાં આવે તો કેવલજ્ઞાન દ્વારા અનંતા પદાર્થો ગ્રાહ્ય હોવાથી ગ્રાહક પણ અનંતા માનવાની આપત્તિ આવશે.
જેમ, એક જ વ્યક્તિમાં ભિન્ન સ્વભાવવાળી દર્શન-સ્પર્શન વગેરે શક્તિ ઘટી શકે છે તેમ બે સ્વભાવસ્વરૂપ એક બોધ કેવલીમાં હોય તેમાં કોઈ વિરોધ નથી.
૩. આગમમાં કહેવામાં આવ્યું છે કે કેવલીભગવંત પ્રત્યેક સમયે જ્ઞાત અને દુષ્ટ વસ્તુનું જ કથન કરે છે. આ આગમકથન ક્રમવાદ કે સહવાદ એકે પક્ષમાં સંગત થઈ શકતું નથી.
કારણ કે ક્રમવાદમાં અમુક સમયે કેવલીભગવંતને જે જ્ઞાત છે, તે તે સમયમાં દષ્ટ નથી; અને બીજે સમયે જે દુષ્ટ છે, તે જ્ઞાત નથી. વળી, જે ભાષણ કેવલી કરશે તે પોતાના બોધ પ્રમાણે જ કરતા હોવાથી એમનું ભાષણ અમુક સમયે અજ્ઞાતભાષણ અને અમુકસમયે અષ્ટભાષણ માનવું પડશે.
તથા સહવાદમાં બન્ને ઉપયોગો સાથે પ્રવર્તે છે, આમ છતાં બન્નેની વિષયમર્યાદા સામાન્યવિશેષરૂપે વહેંચાયેલી હોવાથી, જે અંશ જ્ઞાત હશે તે દૃષ્ટ નહિ હોય, અને જે દૃષ્ટ હશે તે જ્ઞાત નહિ હોય; એટલે તે વાદ પ્રમાણે પણ હંમેશાં કેવલી અદૃષ્ટભાષી અને અજ્ઞાતભાષી જ ઠરશે.
૪. બે ઉપયોગ માનવાથી ક્રમવાદ કે સહવાદમાં એમ માનવું પડશે કે, કેવલી અજ્ઞાત અંશને જુએ છે અને અદૃષ્ટ અંશને જાણે છે; આવું માનવાથી ફલિત થાય છે કે, એક એક ભાગ તો બન્ને ઉપયોગોનો વિષય થયા સિવાય રહી જ જાય છે. તો પછી સર્વને જાણવાથી સર્વજ્ઞપણું અને સર્વને જોવાથી સર્વદર્શીપણું જે માનવામાં આવે છે, તે કઈ રીતે ઘટે ? ઊલટું છિન્નપણું અને શિશપણું કેવલીમાં પ્રાપ્ત થશે.
૫. કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બંને ઉપયોગોને ક્રમવાદ અને સહવાદના મત પ્રમાણે જુદા જુદા માનવામાં આવે તો આગમમાં વિરોધ આવશે. કારણ કે, આગમમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને અનંત કહેવામાં આવ્યા છે. બંનેને જુદા માનવામાં જ્ઞાન કરતાં દર્શનનો વિષય અલ્પ થવાથી દર્શન અનંત ઘટી શકે નહિ. કારણ કે, જ્ઞાન એ અનંત વિશેષને ગ્રહણ કરનાર હોવાથી સાકાર છે, જ્યારે દર્શન સામાન્ય માત્રને ગ્રહણ કરનાર હોવાથી નિરાકાર છે માટે દર્શનની અનંતતા ઘટી શકશે નહિ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org