________________
સંમતિતર્થંકર, શાહુ-૨, માથા-૨૦-૨૪
११३
ગાથાર્થઃ જો સર્વજ્ઞભગવંત એક સમયમાં સર્વ પદાર્થોને વિશેષ સ્વરૂપે (અને સામાન્યરૂપે) જાણે છે (અને જુએ છે), તો હંમેશાં સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું ઘટવું જોઈએ અથવા સર્વ જાણતા નથી (કે જોતાં નથી) એવું માનવું પડે. (૧૦)
સાકાર એવો જ્ઞાનોપયોગ વ્યક્ત હોય છે અને અનાકાર એવો દર્શનોપયોગ અવ્યક્ત હોય છે. પણ આવરણોનો નાશ કરનારા એવા કેવલપરમાત્મામાં વ્યક્ત અને અવ્યક્ત એવો ભેદ ઘટી શકતો નથી. (૧૧)
(એક સમયે બંને ઉપયોગ માનનારના પક્ષે) કેવલીભગવંત હંમેશાં જ અદૃષ્ટજ્ઞાત અને અજ્ઞાતદષ્ટ બોલે છે એવું માનવું પડે છે. (તથા ક્રમિક બંને ઉપયોગ માનનારના પક્ષે) “કેવલીભગવંત એક સમયમાં જ જાણેલું અને જોયેલું બોલે છે તેવા પ્રકારનું વચન સંભવતું નથી અર્થાત્ તેવું કહી શકાતું નથી. (૧૨)
અજ્ઞાતને જોતા અને અદૃષ્ટને જાણતા કેવલીભગવંત ખરેખર, શું જાણે છે ? અથવા શું જુએ છે ? અર્થાત્ કાંઈપણ જોતા નથી કે જાણતા પણ નથી. અથવા તે કેવલી ભગવંતની સર્વજ્ઞતા કઈ રીતે સંભવે ? અર્થાત્ ન જ સંભવે. (૧૩)
જેવી રીતે કેવલજ્ઞાન અનંત કહેવાયું છે તેવી રીતે કેવલદર્શન પણ અનંત કહેવાયું છે. (જો જ્ઞાનથી દર્શનનો ભેદ માનવામાં આવે તો) સાકારને અર્થાત્ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાનથી અનાકાર એવું દર્શન નિચ્ચે અલ્પ થાય છે. તેથી કેવલદર્શન અનંત છે એવું કઈ રીતે ઘટે ?) (૧૪)
તાત્પર્યાર્થ : સિદ્ધાંતી ગ્રંથકાર પોતાનો એકોપયોગવાદ સિદ્ધ કરવા ક્રમવાદી અને સહવાદીરૂપ બન્ને પક્ષો ઉપર પાંચ દોષો એકસરખી રીતે મૂકે છે, તે આ પ્રમાણે :
૧. ક્રમવાદ હોય કે સહવાદ, બન્નેમાં ઉપયોગદ્વયની માન્યતા સમાન હોવાથી બન્નેને એટલું તો માનવું જ પડે કે, કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ અને કેવલદર્શનનો વિષય માત્ર સામાન્ય છે; અર્થાત્ એ બન્ને વાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બન્ને ઉપયોગ સર્વ વિષયમાંથી ફક્ત એક એક ભાગના ગ્રાહક છે. આટલું માન્યું એટલે તે બન્ને વાદોમાં કોઈપણ એક ઉપયોગ સર્વગ્રાહક ન હોવાથી તેમને મતે સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું શી રીતે ઘટી શકે ? હવે જો એ ઘટાડવા પ્રત્યેક સમયમાં સંપૂર્ણ જગતને સામાન્ય-વિશેષ ઉભયરૂપે દરેક ઉપયોગ ગ્રહણ કરે છે એમ માનવામાં આવે, તો હંમેશાં સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું ઘટાવવા માટે તે જ રીતે એક ઉપયોગ દ્વારા સર્વ વસ્તુનું ગ્રહણ માનવું જ પડશે; અને એમ માનતાં એકોપયોગવાદનો સ્વીકાર થઈ જશે.
અથવા સામાન્યરહિત વિશેષનો કે વિશેષરહિત સામાન્યનો જ અભાવ હોવાથી કેવલીભગવંત સર્વ જાણતા નથી કે જોતાં નથી એમ માનવું પડશે. અથવા જેમ મતિજ્ઞાની સર્વ શેય પદાર્થમાંથી અમુક પદાર્થોને જાણતાં હોવાથી સર્વજ્ઞ કહેવાતાં નથી તેમ સહવાદ અને ક્રમવાદ બંનેને અભિમત કેવલીભગવંત પણ સામાન્ય-વિશેષાત્મક સકલ શેય પદાર્થોના એકદેશને જાણતાં હોવાથી સર્વ જાણતા નથી એવું માનવું પડશે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org