________________
૧૦૮
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१०
૩૩ ઉત્પાદ દોન્ન = થાય ? સમં = સાથે ઉત્પાદ થાય દંતિ = ખેદ અર્થમાં = બે ડવગો = ઉપયોગો (એક સમયમાં)
પસ્થિ = નથી. ગાથાર્થ દર્શન અને જ્ઞાનના આવરણનો સમાનપણે ક્ષય થયો છે, તો બેમાંથી પહેલાં કોની ઉત્પત્તિ થશે? (એમ પૂછતા ક્રમવાદી તો નિરુત્તર થાય છે. પણ સહવાદી ઉપયોગ માનનારાઓ જવાબ આપે કે,) બન્નેની સાથે ઉત્પત્તિ થશે તો તેઓને પણ સિદ્ધાન્તવાદી જણાવે છે કે,) બે ઉપયોગો એક સમયે સંભવતાં નથી. (૯)
તાત્પર્યાર્થ : એકોપયોગવાદી સિદ્ધાંતી, સહવાદીની દલીલથી ક્રમવાદીને પરાસ્ત કરવા પ્રશ્ન કરે છે કે, જો કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ બન્નેનો ક્ષય એક જ સાથે થયેલો છે, તો પ્રતિબંધકનો અભાવ બન્ને માટે સમાન હોવા છતાં પહેલાં કોની ઉત્પત્તિ માનશો ? પહેલું કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન થશે એમ કહેવાને કશું જ કારણ નથી; છતાં જો તમે એમ કહેશો જ, તો તમારો પ્રતિપક્ષી એમ કેમ નહિ કહે કે પહેલું કેવલદર્શન અને પછી કેવલજ્ઞાન પ્રગટશે ? વળી, કેવલજ્ઞાનોપયોગના સમયમાં દર્શનાવરણીયકર્મના ક્ષયરૂપ કારણ હોવા છતાં જેમ તમે કેવલદર્શનનો અભાવ માનો છો તેમ સમાનરૂપે કેવલજ્ઞાનનો અભાવ પણ સ્વીકારવાની આપત્તિ આવશે અને આ રીતે ઊભયનો અભાવ સિદ્ધ થશે. તેથી તમે આ પ્રશ્નનો ખુલાસો કરો કે, બન્ને ઉપયોગનું કારણ આવરણક્ષય એક જ વખતે હોવા છતાં ઉત્પત્તિમાં ક્રમ શાને લીધે છે ?
આ પ્રશ્નમાં નિરુત્તર એવા ક્રમવાદની એ મુશ્કેલી સહવાદમાં નથી; કારણ કે, તે બન્ને ઉપયોગોની ઉત્પત્તિ એક જ ક્ષણમાં એકસાથે સ્વીકારે છે. છતાં, સહવાદ પણ યુક્તિસંગત નથી, એમ જણાવવા સિદ્ધાંતી તેને કહે છે કે, ભલે તારા પક્ષમાં ઉત્પત્તિક્રમનો દોષ ક્રમવાદની જેમ ન હોય, તો પણ તું જે ઉપયોગદ્વય માને છે, તે જ ખોટું છે. કારણ કે, એક સમયમાં બે ઉપયોગ સંભવી શકતાં નથી. તેથી, કેવલદશામાં એક જ ઉપયોગ છે. જે સામાન્ય અને વિશેષ ઉભયના બોધસ્વરૂપ છે. (૯) एकोपयोगवादे एव सर्वज्ञतासंभव इत्याह -
जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू ।
जुज्जइ सयावि एवं अहवा सव्वं ण याणाइ ।।१०।। यदि सर्वज्ञः सर्वं सामान्यविशेषात्मकं जगद् एकसमयेन साकारं विशेषरूपं वस्तु जानाति ‘पश्यति च' इति शेषस्तर्हि तस्य सदापि सर्वकालम् एवं सर्वज्ञत्वं सर्वदर्शित्वं च युज्यते ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org