________________
१०६
સંતિતર્દપ્રક્ટર, ઇ-૨, નાથા-૬-૮
ક્રમપક્ષની સામે સમાલોચક તરીકે મૂકી તેની પાસે ક્રમવાદનું ખંડન કરાવે છે. સહવાદી અહીં ક્રમવાદી સામે ત્રણ દલીલો મૂકે છે, તે આ પ્રમાણે
૧. યોગ્ય કારણ હોતે છતે કાર્ય ઉત્પન્ન ન થાય તેવું બનતું નથી. માટે, જેમ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ દર્શનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે અર્થાત્ જ્ઞાનકાળમાં દર્શન પણ સંભવે છે. જેમ વસ્તુ સ્વભાવને લીધે આવરણરહિત સૂર્ય એક સાથે તાપ અને પ્રકાશ પ્રકટાવે છે, તેમ નિરાવરણ ચેતનામાં એક જ સાથે જ્ઞાન-દર્શન પ્રવર્તે છે. વળી, જે રીતે ઘટ અને પટના સ્વસ્વકારણો એકસાથે ઉપસ્થિત થયે છતે ઘટ અને પટ યુગપદ્ ઉત્પન્ન થાય છે તેમ અહીં પણ સમજવું અને જો જ્ઞાનકાળે દર્શન માનવામાં ન આવે તો કેવલજ્ઞાન પણ ઘટી ન શકે. કારણ કે કર્મક્ષયરૂપ કારણ બંનેમાં સમાન રીતે વિદ્યમાન છે છતાં કેવળદર્શનનો નિષેધ થઈ શકે તો તે જ પ્રમાણે કેવળજ્ઞાનનો પણ નિષેધ થઈ જ જાય છે.
પ્રશ્ન : જેમ શ્રુતજ્ઞાન વગેરેમાં આવરણનો ક્ષયોપશમરૂપ કારણ ઉપસ્થિત હોવા છતાં પણ ક્યારેક શ્રુત વગેરે ઉત્પન્ન થયેલાં દેખાતાં નથી તેમ કેવલજ્ઞાનમાં પણ સમજવું.
ઉત્તર : એવું ન કહેવું, કારણ કે, શ્રુતાદિ જ્ઞાનો ક્ષયોપશમભાવના હોવાને કારણે ત્યાં ક્ષયોપશમ હોવા છતાં ઉત્પન્ન ન થાય તે સંભવી શકે પણ ક્ષાયિકભાવના જ્ઞાનમાં આવું સંભવી ન શકે.
વળી, જેમ આવરણ ભિન્ન હોવાથી શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એકાંતે એક નથી તે જ રીતે આવરણ ભિન્ન હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ એક નથી.
૨. સમગ્ર જ્ઞાનાવરણકર્મોનો ક્ષય કરેલ હોવા છતાં જેમ કેવલીમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ જ્ઞાનો કેવલજ્ઞાનથી જુદાં સંભવતાં નથી, તેમ દર્શનાવરણકર્મનો ક્ષય થયે છતે કેવલીમાં જ્ઞાનથી જુદા સમયમાં દર્શન હોવું ન જ ઘટે. કારણ કે, ક્રમિક ઉપયોગ મતિ વગેરે સ્વરૂપ છે અને તે મતિજ્ઞાન વગેરેનો અભાવ હોતે છતે ક્રમિક ઉપયોગનો પણ અભાવ થાય છે.
૩. ક્રમવાદીઓને જેમ અનુમાનથી વિરોધ આવે છે તેમ આગમથી પણ વિરોધ આવે છે તે જણાવતાં કહે છે કે, આગમમાં કેવલજ્ઞાન, કેવલદર્શન બન્નેને સાદિઅનંત કહ્યાં છે અને ક્રમવાદ પ્રમાણે તો તે સાદિસાત ઠરે છે; કેમ કે, ક્રમવાદમાં કેવલદર્શન વખતે કેવલજ્ઞાનનો અને કેવલજ્ઞાન વખતે કેવલદર્શનનો અભાવ જ હોય છે તેથી તેમને મતે એ આગમવિરોધ સ્પષ્ટ છે. એ આગમ આ પ્રમાણે છે
“વ8VIળી નું પુચ્છ ”
"गोयमा ! सातिए अपज्जवसिए”। प्रज्ञाप० प० १८, सू० २४१, पृ० ३८९ । પ્રશ્ન-હે ભગવન્! કેવલજ્ઞાની કેવલજ્ઞાની એ પ્રમાણે કાલથી ક્યાંથી ક્યાં સુધી કહેવાય ?” “ઉત્તર-હે ગૌતમ ! કેવલજ્ઞાની કાલથી સાદિ અને અપર્યવસિત અર્થાત્ અનંત છે અર્થાત્ સાદિઅનંતકાલ સુધી કહેવાય.” (પ-૮)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org