________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४
१०१
(૨) તીર્થંકર પરમાત્મા વડે અન્ય અર્થમાં કહેવાયેલી વાતને તે અર્થથી ભિન્ન અર્થમાં રજૂ કરવાથી ખોટો આક્ષેપ જ થાય છે.
આ બે અર્થ પૈકી (૧) તીર્થંકર પરમાત્મા કાંઈ પણ જાણતા નથી, તે આ રીતે -
જો વિષયભૂત પદાર્થો સામાન્ય અને વિશેષસ્વરૂપ ઉભયાત્મક છે ત્યારે વિષયિભૂત કેવલબોધ, માત્ર વિશેષસ્વરૂપ હોય કે માત્ર સામાન્યસ્વરૂપ હોય ? જો માત્ર વિશેષસ્વરૂપ છે તેવું માનવામાં આવે તો વિષયિ સામાન્ય રહિત માત્ર વિશેષને ગ્રહણ કરનાર છે, એમ માનવું પડે. પણ સામાન્યરહિત માત્ર વિશેષ હોય તેવા કોઈ વિષયો વિદ્યમાન નથી. તેથી, વિષયનો જ અભાવ હોવાથી જ્ઞાનનો જ અભાવ માનવો પડે. માટે, સર્વજ્ઞ અકિચિહ્ન=કાંઈપણ જાણતા નથી એવું માનવું પડે.
વળી, જો વિષયભૂત કેવલબોધ માત્ર સામાન્ય સ્વરૂપ છે તેવું માનવામાં આવે તો વિશેષરહિત માત્ર સામાન્ય વિદ્યમાન હોય તેવા પણ વિષયોનો જ અભાવ હોવાથી નિર્વિષયક એવા દર્શનનો પણ અભાવ થવાથી કેવલીભગવંત કાંઈ જોતા નથી એવું માનવું પડે.
હવે જો, કેવલીને જ્ઞાન અને દર્શન ક્રમિક માનવામાં આવે તો જ્યારે કેવલી જાણે છે ત્યારે જોતા નથી અને જુએ છે ત્યારે જાણતા નથી અર્થાત્ બેમાંથી એક ઉપયોગનો અભાવ હોવાથી અન્યતરનો પણ અભાવ જ હોય છે તેથી, કેવલી પૂર્વની જેમ અકિચિત્ત અને અકિંચિદુર્શી માનવા પડશે.
અથવા જેમ સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ વસ્તુને માત્ર સામાન્ય તરીકે જ ગ્રહણ કરનાર સાંખ્યોનું જ્ઞાન વિપર્યસ્ત છે તેમ સામાન્યગ્રાહિ કેવલદર્શનને પણ વિપર્યસ્ત જ માનવું પડશે તથા જેમ ઊભયાત્મક વસ્તુને માત્ર વિશેષ તરીકે જ ગ્રહણ કરનાર બુદ્ધનું જ્ઞાન વિપર્યસ્ત છે તેમ વિશેષગ્રાહિ કેવલજ્ઞાનને પણ વિપર્યસ્ત જ માનવું પડશે.
(૨) સૂત્રનો જે અર્થ હોય તેનાથી અન્યથા અર્થ કરવાથી ખોટા આક્ષેપો પણ ઘટે છે કે જેના વડે તીર્થકર ભગવંતની આશાતના થાય છે.
આ પ્રજ્ઞાપના સૂત્રનો જે અર્થ પૂર્વમાં કરવામાં આવ્યો તે તેનો સાચો અર્થ નથી, પણ આ મુજબ છે. સમર્થ શબ્દનો “જે સમયે=જ્યારે’ અર્થ ન કરવો પણ સમ = “સાથે=તુલ્ય' અર્થ કરવો. “કેવલીભગવંત આ રત્નપ્રભા નામની પૃથ્વીને જે આકાર વગેરેથી તુલ્ય જાણે છે તે આકાર વગેરેથી તુલ્ય જોતા નથી. આવું શા માટે ? તેનું કારણ પૂછતાં જણાવ્યું કે, જ્ઞાન સાકાર હોય છે અને દર્શન નિરાકાર હોય છે.” અર્થાત્ જ્ઞાન અને દર્શન બંને બોધ ભિન્ન આલંબનવાળા છે.
આ રીતે, તીર્થકરોની આશાતના થાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org