________________
૨૦૦
સંમતિતપ્રn, ITદુ-૨, આથા-૪
આમ કહેવામાં ક્રમવાદીને ખાસ ટેકો સૂત્રપાઠનો છે. તેઓ સૂત્રના ઉપદેશક તીર્થકરોના મંતવ્યનો લોપ થવાથી ભૂલથી પણ તેમની આશાતના ન થાય એવા ભયથી સૂત્રનો પરંપરાગત શબ્દાર્થ ચાલ્યો આવે છે, તેના આધારે પોતાનો પક્ષ જણાવે છે. પોતાના પક્ષની પુષ્ટિમાં તેઓ કેટલાંક સૂત્રો દર્શાવે છે જેમ કે –
"केवली णं भंते ! इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिलैतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति तं समयं पासइ ? जं समयं पासइ तं समयं जाणइ ?"
“જો મા નો તિબક્કે સમર્ડે ”
"से केणढेणं भंते ! एवं वुच्चति-केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं जं समयं जाणति नो तं समयं पासति, जं समयं पासति नो तं समयं जाणति ? ।"
"गोयमा ! सागारे से णाणे भवति, अणागारे से दंसणे भवति, से तेणढेणं जाव णो तं समयं जाणति एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव अच्चुयं गेविज्जगविमाणा अणुत्तरविमाणा ईसीपब्भारं पुढविं परमाणुपोग्गलं दुपदेसियं खंधं जाव अणंतपदेसियं વંધ”
- પ્રશાપના રૂ૦, રૂ89, પૃષ્ઠ પરૂ . “પ્રશ્ન-હે ભગવન્! કેવલી આકાર, હેતુ, ઉપમા, દૃષ્ટાંત, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતારો વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે ?”
“ઉત્તર-હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.”
“પ્રશ્ન-હે ભગવન્! કેવલી આકાર વગેરે વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી, તેનું શું કારણ ?”
“ઉત્તર-હે ગૌતમ ! તેમનું જ્ઞાન સાકાર છે અને તેમનું દર્શન અનાકાર છે, તેથી તેઓ જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી. એ પ્રમાણે યાવતું અધઃ સાતમી પૃથ્વીથી માંડી સૌધર્મકલ્પથી યાવતું ઈષ~ાભારપૃથ્વી સુધીનું ક્ષેત્ર હોય કે એક પુદ્ગલ પરમાણુથી, દ્ધિપ્રદેશિકઢંધથી યાવતું અનંતપ્રદેશિકઢંધ સુધી જાણવાનો અને જોવાનો ક્રમ સમજી લેવો.”
ભગવતી સૂત્રના ૧૪માં શતકના દશમા ઉદ્દેશમાં અને ૧૮માં શતકના આઠમા ઉદ્દેશમાં આ ભાવ જણાવનારાં અનેક સૂત્રો આવે છે. (૪)
હવે, તીર્થકરની આશાતના ક્યા સ્વરૂપે છે તે સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ જણાવે છે કે, પૂ.આ.જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના અનુયાયી એવા આચાર્યોએ ઉપર મુજબ કરેલા અર્થથી એવો અર્થ નીકળે છે કે (૧) તીર્થંકર પરમાત્મા કાંઈપણ જાણતા નથી, અને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org