________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४
આ જ વાતને તર્ક દ્વારા વધુ સ્પષ્ટ કરે છે. જેમ શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વિશેષ વિષયવાળા છે અર્થાત્ વસ્તુને વિશેષ સ્વરૂપે જ ગ્રહણ કરનારા છે. શ્રુતજ્ઞાન વાક્યાર્થરૂપ વિશેષ વિષયવાળું છે અને મન:પર્યાયજ્ઞાન મનોવર્ગણાના પુગલરૂપ વિશેષ વિષયવાળું છે, તેમાં સામાન્યબોધ સ્વરૂપ દર્શનોપયોગ સંભવતો નથી. આથી બન્ને જ્ઞાન દર્શનોપયોગથી ભિન્ન કાલે થનારા છે, તેમ છદ્મસ્થના ઉપયોગનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાને કારણે વિશેષબોધરૂપ ચક્ષજ્ઞાન, અક્ષજ્ઞાન (જે મતિજ્ઞાનના જ બે પ્રકારો છે) અને અવધિજ્ઞાન, સામાન્યબોધરૂપ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી ભિન્ન કાલે થાય છે. તેથી જ છાધ્યસ્થિક જ્ઞાન અને દર્શન, બન્ને ભિન્નકાલવર્તી ઉપયોગો છે અને માટે જ ભિન્ન સિદ્ધ થાય છે.
નિરાવરણ કેવલોપયોગની બાબતમાં ગ્રંથકારશ્રી ચાલુ બે પરંપરામાં સહવાદપક્ષને દર્શાવતાં કહે છે કે, કેવલોપયોગની બાબતમાં એમ નથી. એમાં તો જ્ઞાન કહો કે દર્શન કહો બંને સમાનકાળે જ છે. આ કથનનો ફલિત અર્થ એ છે કે, નિરાવરણ ચેતનાનો ઉપયોગ છાબસ્થિક ઉપયોગ કરતાં જુદા પ્રકારનો હોય છે, અર્થાત્ કેવલીમાં વસ્તુના સામાન્યધર્મને ગ્રહણ કરનાર દર્શન અને વિશેષધર્મને ગ્રહણ કરનાર જ્ઞાન સામાનકાળમાં જ હોય છે.
જેમ, સૂર્યનો પ્રકાશ અને સૂર્યની ગરમી એક સાથે ઉત્પન્ન થાય છે, તેમ એક સાથે ઉત્પન્ન થવાના સ્વભાવને કારણે કેવલીભગવંતના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એકકાલીન થનારા
છે. (૩) 'अयमभिप्राय आगमविरोधी'ति वक्तृणां क्रमवादीनां मतं दर्शयित्वा तद् दूषयन् सहवाद्याह
केई भणंति "जइया जाणइ तइया ण पासइ जिणो"त्ति ।
सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ।।४।। “यदा जानाति तदा न पश्यति जिनः" इति सूत्रम् आगमपाठमवलम्बमानाः स्तम्भीकृताः केचित् पूज्यजिनभद्रगणिक्षमाश्रमणानुयायिनो भणन्ति प्रतिपादयन्ति, उत केवलज्ञानदर्शनयोः सहभावित्वमागमविरोधि, यतः सूत्रे तयोः क्रमभावस्य निरूपितत्वात्” । एते च व्याख्यातारः किल तीर्थकराशातनाऽभीरवस्तीर्थकरस्य आशातनातो न बिभ्यतीति ।
इदमत्र तात्पर्यार्थम-“यदा जानाति तदा न पश्यति" इत्यादि आगमसूत्रमवलम्बमानाः केचिद् आचार्या ब्रुवते, यत् केवलीगतज्ञानदर्शनोपयोगौ न समकालीनावपि तु क्रमिकावेव । क्रमवादिपक्षस्य तन्मतं निर्दिश्य सहवादी तं प्रत्याक्षिपन् वदति, यदुत -
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org