________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३
છેTય :
__ मनःपर्यायज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः ।
केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ।।३।। અન્યથાર્થ : માર્નિવUTiતો = મન:પર્યાયજ્ઞાન સુધી પU = જ્ઞાનનો
૨ = અને રિસારસ = દર્શનનો = અને વિસા = વિશ્લેષ છે અર્થાતુ બંને ભિન્નકાળમાં થનારા છે. પુપ = વળી, વUિITUi = કેવલ નામનો બોધ દંપતિ = દર્શનરૂપે હોય ચ = અને પતિ = જ્ઞાનરૂપે
હોય (તે) સમાપ = ત્યારે સમકાલભાવી. ગાથાર્થ ઃ મન:પર્યાયજ્ઞાન સુધીના ચારે જ્ઞાનમાં જ્ઞાનોપયોગનો અને દર્શનોપયોગનો વિશ્લેષ છે અર્થાત્ બંને ઉપયોગ ભિન્નકાળે થાય છે. જ્યારે કેવળ નામનો બોધ દર્શન સ્વરૂપે હોય કે જ્ઞાનસ્વરૂપે હોય તે બંને સમાનકાલીન હોય છે. (૩)
તાત્પર્યાર્થ : પ્રસ્તુત કાંડની પ્રથમ ગાથામાં દર્શનોપયોગની અને જ્ઞાનોપયોગની આપેલી પારિભાષિક વ્યાખ્યા જોતાં તેમ જ દર્શનોપયોગમાં વિશેષનો અને જ્ઞાનોપયોગમાં સામાન્યનો બોધ થતો નથી એ કથન જોતાં ત્રણ પ્રશ્નો થાય છે. - શું દર્શન અને જ્ઞાન એ બંને એક જ જીવના ભિન્ન ભિન્ન સમયભાવી વ્યાપારો
છે ? કે - શું તે બંને એકસમયભાવી વ્યાપારો છે ? કે - શું તે એક જ જીવવ્યાપારના ગ્રાહ્ય એવા સામાન્ય-વિશેષરૂપ વિષયના ભેદની
અપેક્ષાથી બે જુદાં જુદાં નામો છે ? એ પ્રશ્નોનો ઉત્તર આપવા ગ્રંથકારશ્રી આ ગાથામાં મતભેદ વિનાની સર્વમાન્ય બાબત પહેલાં મૂકે છે અને પછી મતભેદવાળી બાબત સંબંધી એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન માનનારા સહવાદપક્ષની માન્યતાને રજૂ કરે છે.
જૈન શાસ્ત્રમાં પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન કહેવાયા છે. ૫ જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. ૪ દર્શન : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેમાં પ્રથમ ૪ જ્ઞાન અને ૩ દર્શન છદ્મસ્થ જીવોને હોય છે. છાણ્યિક ઉપયોગનો તેવા પ્રકારનો સ્વભાવ છે કે એક જ સમયમાં શેય પદાર્થના સામાન્ય અને વિશેષ બન્ને સ્વરૂપને ગ્રહણ કરવા અસમર્થ છે. સામાન્યગ્રાહી દર્શનોપયોગના કાલમાં વસ્તુના વિશેષ સ્વરૂપનો બોધ થતો નથી અને વિશેષગ્રાહી જ્ઞાનોપયોગના કાલમાં વસ્તુનું સામાન્ય સ્વરૂપ જણાતું નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org