________________
સંમતિતર્જાપ્રને, જાવુ-૨, ગાથા-૨
અવ. : પરસ્પર સાપેક્ષ એવા દર્શનોપયોગસ્વરૂપ અને જ્ઞાનોપયોગસ્વરૂપ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પ્રમાણભૂત છે એ જણાવતાં કહે છે
ગાથા :
છાયા :
-
दव्वट्ठिओ वि होऊण दंसणे पज्जवट्ठिओ होइ । उवसमियाईभावं पडु णाणे उ विवरीयं ॥ २ ॥ द्रव्यास्तिकोऽपि भूत्वा दर्शने पर्यायास्तिको भवति । औपशमिकादिभावं प्रतीत्य ज्ञाने तु विपरीतम् ।।२।।
=
અન્નયાર્થ : કંસને = દર્શનોપયોગમાં ટ્વિઞોઽવિ = દ્રવ્યાસ્તિક પણ-સામાન્યરૂપે પણ હોળ થઈને પદ્મવર્કિંગો = પર્યાયાસ્તિક-વિશેષરૂપે દોડ્ હોય છે. ૩ = વળી, બાળે = જ્ઞાનોપયોગમાં વમિયામાત્રં ઔપમિક વગેરે ભાવને પડુ = આશ્રયીને વિવરીય = વિપરીતપણું - વિશેષરૂપે પણ થઈને સામાન્યરૂપે હોય છે.
તાત્પર્યાર્થ : વિશ્વમાં આત્મા વગેરે દરેક વિષયો સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે; તેથી પ્રશ્ન થાય છે કે, જ્યારે જીવ એ વિષયને સામાન્યરૂપે ગ્રહણ કરે છે અને જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે એ બે સ્થિતિ વચ્ચે એ વિષયમાં કાંઈ તફાવત હોય છે ખરો ? એનો ઉત્તર અહીં આપેલો છે.
ગાથાર્થ : દર્શનોપયોગ સમયે આત્મા દ્રવ્યાસ્તિકરૂપે અર્થાત્ સામાન્યરૂપે જણાતો હોવા છતાં પર્યાયાસ્તિકરૂપે અર્થાત્ વિશેષરૂપે પણ હોય છે. જ્યારે જ્ઞાનોપયોગ વખતે તો ઔપશમિક આદિ ભાવોની અપેક્ષાએ તેથી ઊલટું છે અર્થાત્ વિશેષરૂપે જણાવવા છતાં તે દ્રવ્યાસ્તિકરૂપે અર્થાત્ સામાન્યરૂપે પણ હોય છે. (૨)
દર્શનકાળમાં અને જ્ઞાનકાળમાં ગ્રાહ્ય વસ્તુમાં કાંઈ ફરક પડતો નથી; વસ્તુ તો ઉભયસ્વરૂપે જ હોય છે. ફરક પડતો હોય તો તે એટલો જ કે જ્યારે અમુક વિષય દર્શનકાળમાં સામાન્યરૂપે જણાય છે, ત્યારે તેનું વિશેષરૂપ કાયમ હોવા છતાં દર્શનોપયોગની મર્યાદા હોવાથી તે વખતે જણાતું નથી. એ જ રીતે અમુક વિષય જ્ઞાનકાળમાં વિશેષરૂપે જણાય છે ત્યારે તેનું સામાન્યરૂપ કાયમ હોવા છતાં તે વખતે જણાતું નથી.
Jain Education International 2010_02
દા.ત. આત્મામાં ચૈતન્ય વગેરે સામાન્યધર્મો પણ રહેલા છે અને ઔપશમિક, ક્ષાયિક વગેરે ભાવોરૂપ વિશેષધર્મો પણ રહેલા છે. તે પૈકી આત્મા જ્યારે દર્શનોપયોગમાં ચૈતન્ય આદિ સામાન્યસ્વરૂપે જણાય છે, ત્યારે પણ તે ઔપશમિક, ક્ષાયિક આદિ ભિન્ન-ભિન્ન ભાવોરૂપ વિશેષોની અપેક્ષાએ વિશેષાત્મક હોય છે જ; માત્ર એ વિશેષો તે વખતે જણાતા નથી. તેથી
९५
For Private & Personal Use Only
=
www.jainelibrary.org