________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१
ગાથાર્થ (દ્રવ્યાસ્તિકનયની માન્યતા છે કે વસ્તુ સામાન્યસ્વરૂપ જ છે) જે (દ્રવ્યાસ્તિકનયને માન્ય એવા) સામાન્યનું ગ્રહણ તે દર્શન કહેવાય છે, (પર્યાયાસ્તિકનયની માન્યતા છે કે વસ્તુ વિશેષસ્વરૂપ જ છે તે) વિશેષનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે. દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિક આ બંને નયોનો આ પ્રત્યેક અર્થપર્યાય છે અર્થાત્ આ બંને નયો આવા પ્રકારના ભિન્ન ભિન્ન વિષયને ગ્રહણ કરનારા છે. (૧)
તાત્પર્યાર્થ : જૈનશાસનમાં “નાણું ચ દંસણું ચૈવ” ઈત્યાદિ નવતત્ત્વ પ્રકરણની ગાથા અનુસાર જીવના છ લક્ષણો પૈકી એક લક્ષણ તરીકે ઉપયોગ જણાવવામાં આવેલ છે. તેના બે ભેદ છે : એક નિરાકાર અને બીજો સાકાર. નિરાકારોપયોગ પદાર્થના સામાન્યસ્વરૂપને ગ્રહણ કરનાર છે જેને દર્શન કહેવાય છે અને સાકારોપયોગ પદાર્થના વિશેષસ્વરૂપને ગ્રહણ કરનાર છે જેને જ્ઞાન કહેવાય છે. આ બંને ઉપયોગો પરસ્પર ઈતર ઉપયોગને ગૌણ કરી પોતાના વિષયને જણાવે તો તે પ્રમાણભૂત કહેવાય છે, પણ જો પરસ્પર ઈતર ઉપયોગનો અપલાપ કરી પોતાના વિષયને જણાવે તો તેવા પ્રકારના વિષયનો જ અભાવ હોવાથી તે ઉપયોગ નિર્વિષયક બનવાથી તથા સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપાત્મક વસ્તુના એક સ્વરૂપનો ત્યાગ કરી એકાંતે એક સ્વરૂપને સ્વીકારનાર ઉપયોગનો જ અભાવ હોવાથી તે ઉપયોગ અપ્રમાણભૂત બને છે.
ગ્રાહ્ય એવી વસ્તુનો આકાર-રૂપ જેમાં સ્પષ્ટ થયો ન હોય તેવા ઉપયોગને દર્શનનોપયોગ કહેવાય છે અને જેમાં ગ્રાહ્ય વસ્તુનાં આકારો-રૂપો સ્પષ્ટ થયાં હોય તેવા ઉપયોગને જ્ઞાનોપયોગ કહેવાય છે. દર્શનસ્વરૂપ નિરાકારોપયોગ વિષયવસ્તુનું દ્રવ્યાસ્તિકનયને માન્ય એવું સામાન્યસ્વરૂપ ગ્રહણ કરે છે. જ્યારે જ્ઞાનસ્વરૂપ સાકારોપયોગ વિષયવસ્તુનું પર્યાયાસ્તિકનયને માન્ય એવું વિશેષ સ્વરૂપ ગ્રહણ કરે છે.
આ ગાથાની ટીકામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજાએ સાકારોપયોગ અને નિરાકારોપયોગની વ્યાખ્યા સ્પષ્ટ કરી તે ક્યારે પ્રમાણભૂત બને છે અને ક્યારે અપ્રમાણભૂત બને છે તેની રજૂઆત કરી છે. તે પછી અન્ય અન્ય દર્શનકારો સંમત પ્રમાણ સામાન્યનું લક્ષણ રજૂ કરી તેમાં દૂષણો આપી સિદ્ધાંતમાન્ય પ્રમાણનું લક્ષણ સ્પષ્ટ કર્યું છે.
ત્યાર બાદ પ્રમાણવિશેષનું નિરૂપણ કર્યું છે. તેમાં સૌ પ્રથમ તૈયાયિકમાન્ય પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ અને નૈયાયિકો વડે કરાયેલા બૌદ્ધ-વિંધ્યવાસીય-જૈમિનીય વગેરેને માન્ય પ્રત્યક્ષપ્રમાણના લક્ષણનું ખંડન રજૂ કર્યું છે. ત્યાર બાદ સિદ્ધાંતિએ તૈયાયિકમાન્ય પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ખંડિત કર્યું છે, તે પછી પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી ઈન્દ્રિયોનું સ્વરૂપ ચચ્યું છે, અંધકાર ભાવસ્વરૂપ કે અભાવસ્વરૂપ તેનું નિરૂપણ કર્યું છે. પછી સિદ્ધાંતમાન્ય પ્રત્યક્ષપ્રમાણ અને તેના ભેદોનું નિરૂપણ કર્યું છે, તે પછી ચાર્વાકમાન્ય અનુમાનપ્રમાણના અભાવની રજૂઆત કરી બૌદ્ધમાન્ય અનુમાન પ્રમાણ વડે ચાર્વાકની વાતનું ખંડન કરી તૈયાયિકમાન્ય અનુમાનની અનેક વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે અને ત્યાર બાદ બૌદ્ધમાન્ય અનુમાનના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org