________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५४
ભાવાર્થ : દ્રવ્યનય કે પર્યાયનય બેમાંથી કોઈપણ એક નયને જેણે સ્વીકાર્યો છે તેવા પુરુષવિશેષને ઉદ્દેશીને સ્વાવાર્ત જાણકાર મહાત્મા, શ્રોતાની બુદ્ધિને અન્ય નયથી પરિકર્ષિત કરવા શ્રોતા જે નય ન સ્વીકારતો હોય તેવા નયની દેશના પણ આપે. વળી, પરિકર્મિત શ્રોતાને આશ્રયીને તો તે મહાત્મા વિશેષ પણ જણાવે અર્થાત્ દ્રવ્ય અને પર્યાય પરસ્પર સાપેક્ષ છે તે પણ જણાવે. (૫૪).
તાત્પર્યાર્થઃ જૈનદૃષ્ટિ પ્રમાણે અનેકાંતબોધક વાક્યો બોલવાં જોઈએ એ ખરું; છતાં ઘણી વાર શ્રોતાઓની યોગ્યતા-જિજ્ઞાસા વગેરે જોઈ એક નયાશ્રિત વાક્યો પણ ઉચ્ચારવામાં કશી અડચણ નથી. અનેકાંતમાં કુશલ એવા મહાત્મા જ્યારે એમ જુએ છે કે, ભિન્ન ભિન્ન સંસ્કારવાળા શ્રોતાઓ અનેક છે, અથવા અમુક શ્રોતા દ્રવ્યવાદથી ભાવિત છે અને અમુક શ્રોતા પર્યાયવાદથી ત્યારે તે મહાત્મા શ્રોતાની બુદ્ધિને પરિકર્ષિત કરવા તે જે નયનો સ્વીકાર ન કરતો હોય તે નયનું શ્રોતા સમક્ષ પ્રતિપાદન કરે છે. તેથી ક્યારેક તે દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ માત્ર પર્યાયનું અને પર્યાયવાદી શ્રોતા સમક્ષ માત્ર દ્રવ્યનું સ્થાપન કરે છે. કારણ કે તે એમ સમજે છે કે, એમ કરવાથી શ્રોતાની એક દેશના તરફ ઢળેલી એકાંગી બુદ્ધિ બીજી બાજાના જ્ઞાનથી સંસ્કારિત થશે અને પરિણામે તે અનેકાંતષ્ટિને સ્પર્શશે. આવી સમજથી કરાયેલી એક નયની દેશનાને પણ જૈનશાસ્ત્રમાં સ્થાન છે જ .
વળી, શ્રોતા જો પરિકર્મિત બુદ્ધિવાળો હોય અર્થાત્ કોઈ એક નયમાં પક્ષપાતવાળો ન હોય અને સ્યાદ્વાદના સિદ્ધાંતોને સમજવાની ક્ષમતા ધરાવતો હોય તો તેવા પ્રકારના શ્રોતા સમક્ષ વક્તા પરસ્પર સાપેક્ષ એવા બંને નયોની દેશના પણ આપે છે. - આ રીતે, જૈનશાસનમાં ઉત્સર્ગમાર્ગે અનેકાંતની દેશના જ આપવામાં આવે છે અને અપવાદમાર્ગે તે તે શ્રોતાને ખ્યાલમાં રાખી ક્યારેક માત્ર દ્રવ્યાસ્તિકનયને આશ્રયી દેશના અપાય છે તો ક્યારેક માત્ર પર્યાયાસ્તિકનયને આશ્રયીને પણ દેશના આપવામાં આવે છે. આ રીતે શ્રોતા વિશેષને આશ્રયી પરસ્પર નિરપેક્ષ દેશના આપવી એ તીર્થંકરની આશાતના સ્વરૂપ નથી પણ પરમાત્માની આજ્ઞાના આરાધન સ્વરૂપ જ છે. (૫૪) આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલ શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-પરદર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક,
આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્
વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ
કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org