________________
સંમતિતપ્રજર),
૯-૨,
થા-૧૪
દન્તિ = થાય છે. સા = તે (પ્રરૂપણા) સમયપાળવUT = સ્વ સિદ્ધાંતની પ્રરૂપણા - જૈન શાસનની પ્રરૂપણા, સUTI = અન્ય
(પ્રરૂપણા) નિન્જયરાસાયU = તીર્થંકરની આશાતના (સ્વરૂ૫). ગાથાર્થ આ બન્ને નયો સાપેક્ષપણે જોડાયે છતે પ્રરૂપણા કરવા યોગ્ય વસ્તુને સમજાવવા માટે જે વચનના ભેદો થાય છે, તે સ્વસમયની અર્થાત્ જૈન શાસનની પ્રરૂપણા છે; અન્ય પ્રરૂપણા અર્થાત્ પરસ્પર નિરપેક્ષ એવા આ બે નયોની પ્રરૂપણા તીર્થકરની આશાતનાસ્વરૂપ છે. (૫૩)
તાત્પર્યાર્થઃ નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની દેશના વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશિત કરવા અસમર્થ હોવાથી અધૂરી અને મિથ્યા છે. તેથી ઊલટું, પરસ્પરની મર્યાદા સ્વીકારી પ્રવર્તતી આ બન્ને નયોની સાપેક્ષદૃષ્ટિ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જણાવતી હોવાથી પૂર્ણ અને યથાર્થ છે. આવા પ્રકારની દૃષ્ટિના આધારે વસ્તુતત્ત્વને સમજાવવા માટે જે વચનોનો પ્રયોગ થાય છે તે જૈનશાસનની પ્રરૂપણા છે. જેમ કે,
આત્માના નિયત્વની બાબતમાં અપેક્ષાવિશેષે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; મૂર્તત્વની બાબતમાં તે કથંચિત્ મૂર્ત છે અને કથંચિત્ અમૂર્ત છે; શુદ્ધત્વની બાબતમાં તે કથંચિત્ શુદ્ધ છે અને કથંચિત્ અશુદ્ધ છે; પરિમાણની બાબતમાં તે કથંચિત્ વ્યાપક છે અને કથંચિત્ અધ્યાપક છે; સંખ્યાની બાબતમાં તે કથંચિત્ એક છે અને કથંચિત્ અનેક છે, વગેરે અનેક મુદ્દાઓને આશ્રયીને વાક્યો અને વિચારો ફલિત થાય છે.
આવા સમન્વયસૂચક વિચારો અને વાક્યો જો પ્રમાણમૂલક હોય, તો જ જૈનદેશનામાં સ્થાન પામે છે; પણ માત્ર ભિન્ન ભિન્ન મતોના સંગ્રહ કરનારા વાક્યો નહિ. જેમ કે, “આત્મા નિત્ય જ છે' એવો અગર “આત્મા અનિત્ય જ છે” એવો ઐકાંતિક વિચાર તેમ જ “આત્મા સ્વભાવે મૂર્ત છે અને પરભાવે અમૂર્ત છે; સ્વાભાવિક રીતે તે અશુદ્ધ છે, પરંતુ પાધિક રીતે તે શુદ્ધ પણ સંભવે છે' વગેરે ખોટી અપેક્ષાવાળા સમન્વયભાસી વિચારો જૈનશાસનની
અનેકાંતદૃષ્ટિની આશાતના જ કરનારા છે. (૫૩) अथापवादिकदेशनामाह -
पुरिसज्जायं तु पडुञ्च जाणओ पण्णवेज्ज अण्णयरं ।
परिकम्मणाणिमित्तं दाएही सो विसेसं पि ।।५४।। पुरुषजातं तु प्रतिपन्नद्रव्यनयपर्यायनयान्तरस्वरूपं श्रोतारं वा प्रतीत्याश्रित्य ज्ञकः स्याद्वादवित्तस्य श्रोतुः परिकर्मणानिमित्तं बुद्धिसंस्कारार्थम् अन्यतरद् द्रव्यं पर्यायं वा
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org