________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५१
ગાથાર્થ આત્મા અને પુદ્ગલનો અન્યોન્ય પ્રવેશ હોવાથી અરિહંત પરમાત્માના શાસનમાં બાહ્યભાવ અને અત્યંતરભાવ એવા પ્રકારનો ભેદ સંભવતો નથી, પરંતુ નો ઈંદ્રિય-મનને આશ્રયીને અત્યંતરપણાની વિવેક્ષા છે. (૫૦).
તાત્પર્યાર્થ: સુખ-દુઃખ આદિનો અનુભવ કરનાર તત્ત્વ આંતરિક કહેવાય છે; અને રૂપ આદિ ગુણ ધારણ કરનાર પુદ્ગલ બાહ્ય કહેવાય છે. હવે, જો પ્રથમ કહ્યા પ્રમાણે આત્મા અને પુદ્ગલનો પરસ્પર પ્રવેશ માનવામાં આવે તો, પુદ્ગલ દ્રવ્ય જીવમાં પ્રવેશ્ય હોવાથી અભ્યતર કહેવાવું જોઈએ અને જીવદ્રવ્યનો પુદ્ગલમાં પ્રવેશ થયેલો હોવાથી બાહ્ય કહેવાવું જોઈએ. અને જો એમ થાય, તો જે બાહ્યઅત્યંતરપણાની વ્યવસ્થા છે, તે જૈનશાસ્ત્રમાં શી રીતે ઘટશે, એવી શંકાનો ઉત્તર અહીં આપવામાં આવ્યો છે કે,
જૈનશાસ્ત્રમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક નિયત પદાર્થો અત્યંતર જ છે, એવો સ્વાભાવિક વિભાગ નથી. પરંતુ જે માત્ર મનનો વિષય હોવાથી બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ ન કરાય, તે પદાર્થ અત્યંતર; અને જે પદાર્થ બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ કરી શકાય એવો હોય, તે બાહ્ય કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે પુદ્ગલને અત્યંતર પણ કહી શકાય અને જીવને બાહ્ય પણ કહી શકાય.
જે કર્મ આદિ પુગલ બાહ્ય ઇંદ્રિયોના વિષય નથી, તે અત્યંતર છે; અને આત્મા સૂક્ષ્મ હોવા છતાં પુદ્ગલ દ્વારા થતી તેની ચેષ્ટાઓ બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ થઈ શકતી હોવાથી દેહધારી રૂપે તે બાહ્ય પણ છે. (૫૦) परस्परसापेक्षयोर्द्रव्यास्तिक-पर्यायास्तिकयोः प्ररूपणा संभवेत्, किन्तु निरपेक्षयोस्तयोः प्ररूपणा कथं घटेदिति दर्शयन्नाह -
दव्वट्ठियस्स आया बंधइ कम्मं फलं च वेएइ ।
बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ।।५१।। द्रव्यास्तिकस्य इतरनयनिरपेक्षद्रव्यास्तिकनयस्येयं प्ररूपणा - आत्मा एको नित्य कर्म ज्ञानावरणीयादि बध्नाति फलं च बद्धकर्मणः कार्यरूपं विपाकं वेदयते भुङ्क्त आत्मैव । द्वितीयस्य स्वभिन्ननयनिरपेक्षपर्यायास्तिकनयस्येयं प्ररूपणा - नैवात्मा नित्यः किन्तु भावमात्रं विज्ञानमात्रमिति न करोति न च कष्टिाद् वेदयत उत्पत्तिक्षणानन्तरध्वंसिनः कर्तृत्वाऽनुभवितृत्वायोगात् ।
इदं कथनीयम् - द्रव्यास्तिकनयस्त्रिकालस्थायिनमात्मानं मनुते । य आत्मा कर्म बध्नाति सैव आत्मा तत्कर्मणो फलमनुभवति, नैवान्यः । अस्य मते कर्मकर्तुस्तत्फलभोक्तुष्टौक्यात् ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org