________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४९
અવ. જીવ અને પુદ્ગલદ્રવ્યના પરસ્પર એકમેકપણાને લીધે કેવા કેવા શાસ્ત્રીય વ્યવહારો થાય છે તેનું
કથન
Tથા :
एवं 'एगे आया एगे दंडे य होइ किरिया य' ।
करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।। ४९ ।। છીયા : एवम् “एक आत्मा एको दण्डश्च भवति क्रिया च” ।
करणविशेषेण च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा ।। ४९ ।। અન્યથાર્થ : પર્વ = આ રીતે અને માંય = એક આત્મા ને વ = અને એક
દંડ વિપરિક્ષા = અને એક ક્રિયા દોફ = થાય છે. રવિસે
= અને કરણવિશેષ વડે તિવિદો સિદ્ધી વિ = ત્રણ પ્રકારના
યોગની સિદ્ધિ પણ વિરુદ્ધ = અવિરુદ્ધ. ગાથાર્થ આ પ્રમાણે અર્થાત્ પૂર્વગાથાઓમાં કહેવાયેલા દૃષ્ટિકોણ મુજબ મન-વચન-કાયાનો પણ આત્મામાં પરસ્પર પ્રવેશ થતો હોવાથી “એક આત્મા, એક દંડ અને એક ક્રિયા” એવો વ્યવહાર સિદ્ધ થાય છે. તેમ જ મન, વચન અને કાયાસ્વરૂપ કરણવિશેષને લીધે આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ અવિરુદ્ધ છે. (૪૯)
તાત્પર્યાર્થઃ સ્થાનાંગ આદિ શાસ્ત્રોમાં “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે, એવો વ્યવહાર થયેલો છે; તેમ જ આત્મામાં યોગ ત્રણ પ્રકારનો છે એવું પણ શાસ્ત્રકથન છે. આ બધું જીવ અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અત્યંત ભિન્ન માનવાથી ઘટી ન શકે. કારણ કે દિંડ એટલે મન, વચન અને કાયા, અને એ ત્રણ તો પુદ્ગલસ્કંધરૂપ હોવાથી વસ્તુતઃ અનેક પુદ્ગલ દ્રવ્યો છે. તેમ જ ક્રિયા પણ મન, વચન અને શરીરને આશ્રિત હોવાથી અનેક છે, એટલે એ અનેકને એક કેમ કહી શકાય ? એ જ રીતે યોગ એટલે સ્કુરાયમાન આત્મવીર્ય, તેને ત્રિવિધ કેમ કહી શકાય ? કાં તો એ વીર્ય આત્મરૂપે હોવાથી એક કહેવાય અને કાં તો શક્તિરૂપે અનંત કહેવાય; પણ ત્રિવિધ તો કેમ કહેવાય ?
પરંતુ આત્મા અને પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર અભેદ માનવાથી ઉપરના પ્રશ્નગત વિરોધનો અવકાશ રહેતો નથી. માનસિક, વાચિક અને કાયિકદ્રવ્યો અનેક હોવા છતાં અને તદાશ્રિત ક્રિયાઓ અનેક હોવા છતાં પણ એક આત્મતત્ત્વ સાથે સંબંધ હોવાથી તે દ્રવ્યો અને ક્રિયાને પણ એક દંડ અને એક ક્રિયા કહ્યાં છે, તે ઘટે જ છે. એ જ પ્રમાણે મન વચન અને શરીરરૂપ ત્રણ પ્રકારના પુદ્ગલાત્મક સાધનના સંબંધને લીધે આત્મવીર્યને પણ ત્રણ પ્રકારના યોગરૂપે કહેવામાં કશો બાધ નથી.
આ રીતે, આત્મા એક હોવા છતાં અનેક તરીકે વિવક્ષા કરવાથી અને અનેક હોવા છતાં એક તરીકે વિવક્ષા કરવાથી આત્માની અનેકાંતરૂપતા ઘટી શકે છે.(૪૯)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org