________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४७-४८
ગાથાર્થ દૂધના પ્રદેશો અને પાણીના પ્રદેશો જેમ એકબીજામાં પ્રવેશ પામેલા હોય તેની જેમ પરસ્પર એકમેક થયેલા આત્મા અને કર્મમાં ‘આ’ અને ‘તે ઇંઆ કર્મ છે, આ આત્મા છે, એ પ્રમાણે વિભાગ કરવો યોગ્ય નથી અને જે આ જીવપ્રદેશ અને કર્મપ્રદેશનો અવિભાગ છે તે જીવ અને કર્મપ્રદેશના જેટલા વિશેષ પર્યાયો હોય તેટલો સમજવો. (૪૭)
શરીરમાં જે રૂપ વગેરે પર્યાયો છે અને શુદ્ધ એવા જીવદ્રવ્યમાં જે જ્ઞાન વગેરે પર્યાયો છે, તે બંને દ્રવ્યના પર્યાયો અન્યોન્યાનુગતપણે (શરીરદ્રવ્યમાં જ્ઞાન વગેરે અને જીવદ્રવ્યમાં રૂપ વગેરે) સંસારી જીવમાં વર્ણવવા જોઈએ. અથવા અબ્રવતશ્વિ અર્થાત્ સિદ્ધાત્મામાં પણ વર્ણવવા જોઈએ. (૪૮)
તાત્પર્યાર્થ : “આત્મદ્રવ્યમાં બંધ-મોક્ષનો અધિકાર અને સુખપ્રાપ્તિ તથા દુઃખત્યાગના પ્રયત્નની ઘટમાનતા કરવા માટે પુરુષના દાખલાથી ભેદભેદ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાધવામાં આવ્યા છે પણ એ દાખલો બરાબર નથી. કારણ કે દાર્ટીતિક એક જ આત્મદ્રવ્યમાં ભેદભેદ સિદ્ધ કરવાનો છે; તેથી દૃષ્ટાંત પણ ભેદભેદના નિશ્ચયવાળું કોઈ એક જ તત્ત્વ હોવું જોઈએ. ત્યારે અહીં ઊલટું છે. પુરુષ એટલે માત્ર શરીર કે માત્ર તદ્ગત જીવ એમ નહિ, પણ એ તો જીવ અને શરીર ઉભયરૂપ છે. પુરુષમાં ભેદ દર્શાવવા બાહ્ય, યૌવન, વૃદ્ધતા આદિ જુદી જુદી અવસ્થાઓ જે લેવામાં આવે છે, તે તો શરીરગત હોવાથી શરીરનો ભેદ દર્શાવી શકે; અને પુરુષમાં અભેદ દર્શાવવા ભૂતદોષોનું સ્મરણ અથવા ભાવિગુણની સ્પૃહા વગેરે જે ભાવો લેવામાં આવે છે, તે તો માત્ર જીવના ધર્મો હોવાથી તેનો જ અભેદ દર્શાવી શકે. એટલે પુરુષરૂપ દૃષ્ટાંતમાં જે ભેદ કહ્યો, તે તો તેના શરીરમાં છે; અને અભેદ કહ્યો, તે એ શરીરગત જીવમાં છે, પણ કોઈ પુરુષનામક એક તત્ત્વમાં ભેદભેદ નથી. તો પછી એ દૃષ્ટાંત લઈ આત્મદ્રવ્યમાં ભેદભેદ શી રીતે સાબિત કરી શકાય ?' એવી શંકાનો જવાબ આપવા ગ્રંથકાર કહે છે કે,
જીવ અને શરીર દૂધ-પાણીની જેમ એકબીજામાં એવા ઓતપ્રોત છે અને એકબીજાના પ્રભાવથી એવા બદ્ધ છે કે, તે બન્નેને “આ દેહ અને પેલો જીવ' એવો દેશકૃત ભાગ કરવા દ્વારા છૂટા પાડી શકાય તેમ જ નથી, એટલું જ નહિ પણ જે બાલ્ય-યૌવન આદિ અવસ્થાઓ અને વર્ણ ગંધ આદિ ગણોને શરીરધર્મ તરીકે લેવામાં આવે છે, તે માત્ર શરીરના જ ધર્મ છે અને તે ધર્મો ઉપર જીવની કશી જ અસર નથી, એમ કહી ન શકાય. તે જ રીતે જે જ્ઞાન, સ્મરણ, સુખ, દુઃખ આદિ ભાવોને જીવના પર્યાય તરીકે લેવામાં આવે છે, તે પર્યાય માત્ર જીવના છે અને તેમાં શરીરની કશી જ અસર નથી એમ પણ કહી ન શકાય. ખરી રીતે સંસારી જીવમાં જે શરીરગત કે આત્મગત પર્યાયો અનુભવાય છે, તે બધા કર્મપુદ્ગલ અને જીવ ઉભયના સંયોગનું પરિણામ હોવાથી માત્ર એક-એકના ન માનતાં ઉભયના જ માનવા જોઈએ, તેથી કહેવાતા શરીરગત પર્યાયો પુદ્ગલ ઉપરાંત જીવના પણ છે; અને કહેવાતા જીવગત પર્યાયો જીવના હોવા ઉપરાંત શરીરના પણ છે. આમ હોવાથી, બાલ્ય યૌવન આદિ ભાવો શરીરની પેઠે તર્ગત જીવમાં પણ ભેદ દર્શાવે છે; અને ભૂતસ્મરણ આદિ ભાવો જીવ ઉપરાંત તેના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org