________________
સંમતિતńપ્રરત્ને, જાણ્ડ-૧, ગાથા-૪૪-૪૬
મૂળગાથામાં વિમત્તે ના સ્થાને વિમત્તે ક૨વાથી ઉત્તરાર્ધનો અર્થ આ મુજબ થાય કે,
જો માત્ર અભિન્ન માનવામાં આવે તો અવિચલિતસ્વરૂપ હોવાથી ભવિષ્યની વૃદ્ધાવસ્થા માટે સુખ મેળવવાનો પ્રયત્ન ઘટી શકે નહિ, માટે ભિન્ન પણ છે. (૪૪)
જાતિ-કુળ-રૂપ-લક્ષણ અને નામ વડે જે સંબંધ છે તેને આશ્રયીને અભેદભાવને પામેલ અને દેખાયેલી બાલ વગેરે અવસ્થાઓ વડે ઉત્પાદ અને નાશસ્વરૂપ ભેદભાવને પામેલ તે પુરુષનો જે રીતે (ઉપર કહ્યા મુજબ) ભેદાભેદસ્વરૂપ સંબંધ ઘટે છે; (૪૫)
અને જે રીતે તે ભૂતકાળના દોષોની જુગુપ્સા અને ભવિષ્યકાળના સુખના સ્વીકાર વડે ભેદાભેદસ્વરૂપ પુરુષ સિદ્ધ થાય છે, તે રીતે બંધ, મોક્ષ, સુખપ્રાપ્તિની અને દુઃખપરિહારની પ્રાર્થના (પણ) ભેદાભેદસ્વરૂપ જીવદ્રવ્યને જ ઘટે છે. (૪૬)
તાત્પર્યાર્થ : અહીં પુરુષમાં ભેદાભેદ સિદ્ધ ક૨વામાં આવ્યો છે. એમાં બાળક અને યુવક વચ્ચેનો તથા યુવક અને વૃદ્ધ વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. એ ભેદ હોવા છતાં જો ભૂતકાલીન બાલ્યાવસ્થા અને વર્તમાન યુવાવસ્થા વચ્ચે એક અન્વયી તત્ત્વ ન હોય, અથવા વર્તમાન યુવાવસ્થા અને ભાવિ વૃદ્ધાવસ્થા વચ્ચે એક તત્ત્વ ન હોય, તો ભૂતકાળના દોષસ્મરણથી યુવાનીમાં જે શ૨મ ઉત્પન્ન થાય તે, અને યુવાનીમાં ભાવિ સુખ માટે જે પ્રયત્ન દેખાય છે તે, કદી ન જ ઘટે; તેથી પુરુષ એ ભેદાભેદ ઉભયરૂપ છે, પણ જો જીવ તત્ત્વમાં ભેદાભેદ સ્વીકારવામાં ન આવે તો દરેક પ્રકારના વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવી જશે.
જન્મ સમયે પુરુષના જે જાતિ, કુળ, રૂપ, લક્ષણ નામ, સંબંધ વગેરે હોય છે, તે મરણ સુધી અનુસરે છે. માટે તેના સંબંધથી પુરુષ પણ અભિન્નરૂપ સિદ્ધ થાય છે. તે જ રીતે બાહ્યયૌવન આદિ અવસ્થાઓ જે એક પછી એક આવી આવીને ચાલી જાય છે, તે પુરુષને ભિન્નરૂપે સિદ્ધ કરે છે. આ ભેદાભેદસ્વરૂપ પુરુષનો સંબંધ બાહ્ય ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકે છે. વળી તેમ આંતરિકભાવો પણ પુરુષના ભેદાભેદભાવને સિદ્ધ કરે છે. ભૂતકાળના દોષોની જુગુપ્સા તથા ભવિષ્યકાળના ગુણને માટે જે ઉત્સાહ, પ્રયત્ન વગેરે જોવા મળે છે તે પણ પુરુષને ભેદાભેદસ્વરૂપે સિદ્ધ કરે છે.
પુરુષના દૃષ્ટાંત વડે દાાઁતિક એવા જીવમાં ભેદાભેદ દ્વારા જ બંધ-મોક્ષ વગેરેની સિદ્ધિ કરતાં કહે છે કે, જેમ પુરુષ ભિન્નાભિન્ન હોય તો જ તેના ઉક્ત બાહ્ય અને આંતરિક બધા ભાવોની સંગતિ થઈ શકે, તેવી રીતે જીવતત્ત્વને ભિન્નાભિન્ન માનવાથી જ તેનામાં બંધ અને મોક્ષ ઘટાવી શકાય; તેમ જ તેનામાં દેખાતી દુ:ખમુક્તિની અને સુખપ્રાપ્તિની ઈચ્છા તથા પ્રવૃત્તિ પણ ઘટાવી શકાય. તેથી, મનુષ્યની જેમ આત્મતત્ત્વને પણ એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન ન કહેતાં ભિન્નાભિન્નરૂપે કહેવું યોગ્ય છે.
આ ગાથાની ટીકામાં તર્કપંચાનશ્રીજીએ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ જીવદ્રવ્ય અનાદિઅનંત છે', તે વાતને વિસ્તારપૂર્વક સિદ્ધ કરી છે. (૪૪-૪૬)
७७
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org