________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४३
છવિ :
અવ. કેવલ દ્રવ્યાર્થિકનયની દેશનાનું જે વક્તવ્ય છે, તેનું યુક્તિ વડે કથનगाथा : पडिपुण्णजोब्बणगुणो जह लजइ बालभावचरिएण ।
कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।। ४३ ।। प्रतिपूर्णयौवनगुणो यथा लज्जते बालभावचरितेन ।
करोति च गुणप्रणिधानमनागतसुखोपधानार्थम् ।। ४३ ।। અન્યથાર્થ : હિપુJUIનોવ્યાકુળ = પ્રાપ્ત થયેલા યોવન ગુણવાળો (પુરુષ)
નદ = જેમ વામાવરિપUT = બાલપણાના આચરણ વડે રબ્બરૂ = શરમાય છે. ય = અને મ સુદ વડાપબ્લ્યુિ = ભવિષ્યના સુખ
મેળવવા માટે ગુગળાઈ = ગુણોમાં પ્રણિધાન ૩v$ = કરે છે. ગાથાર્થ : જેમ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલો પુરુષ બાલપણાની ચેષ્ટા વડે શરમાય છે (તેથી ભૂતકાળ અને વર્તમાનકાળમાં એકત્વ જણાય છે.), તેવી જ રીતે તે પુરુષ ભાવિ સુખ મેળવવા માટે ઉત્સાહ વગેરે ગુણોમાં પ્રણિધાન કરે છે. (તેથી ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં એકત્વ જણાય છે.) (૪૩)
તાત્પર્યાર્થઃ દ્રવ્યાર્થિકનય ત્રણે કાળમાં સ્થાયી એવા એક ધ્રુવ તત્ત્વને જ જુએ છે, તેથી તેની દૃષ્ટિમાં સૈકાલિક ભેદો જેવી કાંઈ વસ્તુ જ નથી.
આ સૈકાલિક સ્થાયી તત્ત્વને સિદ્ધ કરવા દ્રવ્યાર્થિકનય યુક્તિ આપીને કહે છે કે, જ્યારે કોઈ પુરુષ યુવાન થાય છે અને ગુણદોષની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ કેળવાય છે ત્યારે તેને પોતાની બાલ અવસ્થાની ભૂલો યાદ આવે છે અને તેથી તે શરમાય છે; એ જ રીતે તેનો વિવેક તેને ભાવિ સુખ મેળવવા માટે ગુણો કેળવવા પ્રેરે છે. આ રીતે યૌવનવયમાં ભૂતકાળના દોષસ્મરણથી થતી ગ્લાનિ અને ભાવિ સુખની આશામાંથી ઉત્પન્ન થતું ગુણપ્રાપ્તિનું પ્રણિધાન એ બન્ને યૌવનવયવર્તમાન પુરુષનો ભૂત અને ભવિષ્ય સાથે સંબંધ જોડે છે; કારણ કે જો તે પહેલાં ન હોય અને તેણે ભૂલ ન કરી હોત તો આજે શાને શરમાય ? અને જો તે ભાવિમાં રહેવાનો ન જ હોય તો કોના સુખ માટે અત્યારે તે સાધન મેળવવા ઈચ્છે ? તેથી પુરુષ એ ધ્રુવતત્ત્વ જ છે.
એ રીતે પ્રથમ દેશના (ગાથા-૪૨માં બતાવેલ) ભેદસ્પર્શી હોવાથી માત્ર ભિન્ન ભિન્ન બાલ્ય, યૌવન વગેરે ભાવોને સત્ય માને છે, અને આ ગાથામાં જણાવેલ બીજી દેશના અભેદસ્પર્શી હોવાથી સૈકાલિક ધ્રુવ અંશને સત્ય માને છે. આ બન્ને દેશના પોતપોતાના સ્થાનમાં સમર્થ હોવા છતાં પરસ્પર નિરપેક્ષ હોય તો અધૂરી જ છે, તેથી તે તત્ત્વની પ્રરૂપણામાં સ્થાન પામી શકતી નથી. (૪૩)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org