________________
७२
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४३
તાત્પર્યાર્થ : પરસ્પરના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર પ્રવૃત્ત થયેલા સંગ્રહ વગેરે નયો વાસ્તવિક અર્થને જણાવનારા છે. તે વાત જણાવ્યા બાદ હવે જો અન્યથા સ્વીકારવામાં આવે અર્થાત્ સંગ્રહ વગેરે નયો જો પરસ્પરના ત્યાગપૂર્વક પ્રવૃત્ત થાય તો પ્રત્યક્ષથી જ વિરોધ આવતો હોવાથી તે નયોનો અભાવ પ્રાપ્ત થાય છે. તે બતાવવા સૌ પ્રથમ આ ગાથામાં દ્રવ્યનયનિરપેક્ષ પર્યાયનયની દેશના બતાવીને તે દેશના સમ્યગુ પ્રકારે અર્થને જણાવવામાં સમર્થ બની શકતી નથી એ વાત જણાવી છે.
પર્યાયાર્થિકનય ઇંદ્રિયગોચર પ્રત્યક્ષરૂપને જ સ્વીકારે છે. તેની દૃષ્ટિએ ત્રણે કાળમાં સ્થાયી એવું કોઈ તત્ત્વ નથી. એ ફક્ત વર્તમાનકાળમાં દેખાતાં સ્વરૂપને જ માનતો હોવાથી, તેની દૃષ્ટિમાં અતીત અને અનાગતના સંબંધ વિનાની ફક્ત વર્તમાન વસ્તુ સત્ય છે; તેને મતે દરેક ક્ષણે વસ્તુ જુદી જુદી છે. તેમાં કોઈ અન્વયી તત્ત્વ નથી.
અવધારણપૂર્વક રજૂ કરાયેલ પર્યાયનય પ્રત્યક્ષથી બાધ પામતો હોવાથી માત્ર પર્યાયનયની પ્રરૂપણા એ સમ્યગુ અર્થની પ્રરૂપણાસ્વરૂપ નથી. (૪૨) केवलद्रव्यार्थिकनयस्य प्ररूपणाऽपि न पूर्णेति दर्शयितुं प्रथमं तस्याभिप्रायमाह -
पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण ।
कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।।४।। प्रतिपूर्णयौवनगुणः प्राप्तयौवनगुणः पुरुषो यथा बालभावचरितेन बाल्यकालेऽनुष्ठितायोग्याचरणस्मरणाद् लज्जते, ततो भूत-वर्तमानयोरेकत्वमवसीयते । करोति च यथा अनागतसुखोपधानार्थं भविष्यकालसम्बन्धिनः सुखस्य प्राप्त्यर्थं गुणप्रणिधानमुत्साहादिषु गुणेष्वैकाग्र्यं ततो भविष्य-वर्तमानयोरेकत्वं ज्ञायते ।
इदं प्ररूप्यम् - द्रव्यार्थिकनयस्त्रैकालिकध्रुवतत्त्वं स्वीकुर्वते, अभेदस्पर्शित्वात् । त्रिकालसम्बन्धिभेदानगृह्णन् तत्र यदभेदतत्त्वं तदेव गृह्णाति । यथा यौवनस्थः पुरुषो गतबालकालेन तथा आगमिष्यद्वार्द्धक्यकालेन सह स्वसम्बन्धं युनक्ति, न तु केवलं वर्तमानक्षणेन । यदि च
स पूर्वस्मिन् भाविनि वा काले नैवाभविष्यत्तर्हि तस्य सम्बन्धः कथं घटेत् ? तस्मात् पुरुष . एव ध्रुवतत्त्वं स्वीकरणीयम् ।।४३ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org