________________
૭૦
સંમતિપ્રર, ઇન્દુ-૨, કથા-૪૨
શબ્દનયસ્વરૂપ વ્યંજનપર્યાયમાં સવિકલ્પ વચનમાર્ગ છે. કેમ કે ભિન્ન ભિન્ન પર્યાયથી વાચ્ય વિકલ્પ હોવા છતાં પણ તેનો અર્થ એક છે તથા સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપ વ્યંજનપર્યાયમાં નિર્વિકલ્પ વચનમાર્ગ છે. કેમ કે સામાન્યસ્વરૂપ દ્રવ્યથી રહિત પર્યાયને કહેનાર છે. સમભિરૂઢનય પર્યાયભેદથી ભિન્ન અર્થને કહે છે અને એવંભૂતનય વિવક્ષિત ક્રિયા તેમાં વર્તતી હોય તો જ તે અર્થને સ્વીકારે છે, તેથી લિંગ, સંજ્ઞા અને ક્રિયાના ભેદથી ભિન્ન એવો અર્થ એક શબ્દથી અવાચ્ય છે.
હવે તર્કપંચાનનશ્રીએ વૃત્તિમાં અથવાથી કહ્યું કે આગળ કહેલા સ્વરૂપવાળી સપ્તભંગી સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ જ અર્થનમાં થાય છે તેનો તાત્પર્ય અર્થ જણાવે છે કે, અર્થનમાં જ સાત ભાંગા ઘટે છે. સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રનય અર્થપ્રધાન છે, અર્થના કારણે તે નયોનું જ્ઞાન થાય છે. આ નયોના જ્ઞાનની ઉત્પત્તિમાં અર્થની મુખ્યતા હોવાથી શબ્દ ગૌણરૂપે છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય શબ્દપ્રધાન છે. શબ્દના કારણે તે નયોનું જ્ઞાન થાય છે. આ નયના જ્ઞાનની ઉત્પત્તિમાં અર્થ કારણભૂત ન હોવાથી ગૌણ છે. શબ્દ સાંભળવાથી શ્રોતાને બોધ થતો હોવાથી આ ત્રણે નયને શબ્દનય કહેવાય છે. ત્યાં વચનમાર્ગ બે પ્રકારના છે. (૧) સવિકલ્પ (૨) નિર્વિકલ્પ. સવિકલ્પ–સામાન્ય અને નિર્વિકલ્પ=પર્યાય. શબ્દનય સંજ્ઞાભેદ હોવા છતાં અનેક શબ્દોને અભિન્ન માને છે તથા સમભિરૂઢનય ક્રિયા ભેદ હોવા છતાં એક શબ્દને અભિન્ન માને છે. તેથી આ બંને નયના વચન સવિકલ્પ વચનમાર્ગરૂપ છે જે પ્રથમભંગ સ્વરૂપ છે. વળી, એવંભૂતનય ક્રિયાભેદથી એક જ શબ્દને પણ ભિન્ન કહે છે માટે તે નયનું વચન નિર્વિકલ્પવચનમાર્ગરૂપ છે જે દ્વિતીયભંગ સ્વરૂપ છે. અવક્તવ્યભંગ વ્યંજનનયમાં સંભવતો નથી કારણ કે, શ્રોતાના અભિપ્રાય-સ્વરૂપ વ્યંજનનય છે, જે શબ્દના શ્રવણથી અર્થ સ્વીકારે છે. શબ્દના શ્રવણ વગર નહિ. અવક્તવ્યભંગ શબ્દનો વિષય ન બનતો હોવાથી વ્યંજનપર્યાયમાં ત્રીજો ભંગ સંભવતો નથી તથા અવકતવ્ય સહિતના પાંચમા, છઠ્ઠા અને સાતમાં ભંગો પણ સંભવતા નથી.
તપંચાનનશ્રીએ વૃત્તિમાં પ્રથમ અર્થ કર્યો તેનાથી વ્યંજનપર્યાયરૂપ શબ્દનયમાં સવિકલ્પરૂપ પ્રથમભાંગી ઘટે છે અને વ્યંજનપર્યાયરૂપ સમભિરૂઢ અને એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ બીજો ભાંગો ઘટે છે. ‘અથવા' થી કહેલ કથનના તાત્પર્યમાં વ્યંજનપર્યાયરૂપ શબ્દનય અને સમભિરૂઢનયમાં સવિકલ્પરૂપ પ્રથમભાંગો ઘટે છે અને વ્યંજનપર્યાયરૂપ એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ બીજો ભાંગો ઘટે છે.
આ રીતે બંને અર્થ મુજબ વ્યંજનપર્યાયમાં સવિકલ્પ અને નિર્વિકલ્પરૂપ પ્રથમ અને બીજો ભાંગો ઘટે છે. (૪૧)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org