________________
સંમતિતરને,
૬-૨, અથા-૪?
અવ. સપ્તભંગીનો મૂલાધાર દ્રવ્યાકિનય અને પર્યાયાસ્તિકનય જ છે તે જણાવતાં કહે છે –
અથવા
સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રસ્વરૂપ અર્થનમાં જ સપ્તભંગી થાય છે તે જણાવતાં કહે છે – गाथा : एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपजाए ।
वंजणपज्जाए उण सवियप्पो णिवियप्पो य ।। ४१ ।। छाया : एवं सप्तविकल्पो वचनपथो भवति अर्थपर्याये ।
___ व्यञ्जनपर्याये पुनः सविकल्पो निर्विकल्पश्च ।। ४१ ।। સર્વાર્થ : પર્વ = આ રીતે સત્તવિવMો = સાત પ્રકારનો વયાપદો =
વચનમાર્ગ સ્થપાઈ = અર્થપર્યાયમાં-અર્થનયમાં હોવું = થાય છે. ૩ = વળી, વંન પણ = વ્યંજનપર્યાયમાં - શબ્દનયમાં સવિયuો = સવિકલ્પ ળિત્રિયપણે ય = અને અવિકલ્પરૂપ બે
પ્રકારનો વચનમાર્ગ. ગાથાર્થ આ રીતે પૂર્વેની ગાથામાં કહેવાયેલો) સાતે પ્રકારનો વચનમાર્ગ સંગ્રહ, વ્યવહાર અને ઋજુ સૂત્રસ્વરૂપ અર્થનમાં થાય છે અને શબ્દનયમાં તો સવિકલ્પ તથા નિર્વિકલ્પ એમ બે પ્રકારનો વચનમાર્ગ થાય છે. (૪૧)
તાત્પર્યાર્થઃ પર્યાય એટલે ભેદ અથવા વિશેષ. કોઈપણ ભેદ અમુક પ્રકારના દેશ, કાળ કે સ્વરૂપથી પરિમિત હોય છે અર્થાત્ તે ભેદ અમુક સ્વરૂપને ધારણ કરે છે અને બીજા સ્વરૂપોથી શૂન્ય હોય છે. એ રીતે ભેદમાં અમુક સ્વરૂપે અસ્તિત્વ અને બીજા સ્વરૂપે નાસ્તિત્વ સિદ્ધ થાય છે. એ જ અસ્તિત્વ અને નાસ્તિત્વને લીધે ક્યારેક તે અસ્તિ તો ક્યારેક તે નાસ્તિ શબ્દથી વ્યવહાર પામે છે; અને તેનું એ અસ્તિત્વ અને નાસ્તિત્વ અક્રમથી – એક સાથે ન કહી શકાવાને લીધે એ ભેદ અવક્તવ્ય પણ છે. તે રીતે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય એ ત્રણ ભંગ પર્યાયમાં સિદ્ધ થતાં, બાકીના ચાર ભંગ પણ સિદ્ધ થઈ જાય છે. આ સાતે ભાંગા અર્થપર્યાયોમાં અર્થાતુ અર્થનયોમાં સમજવા.
સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્રસ્વરૂપ અર્થનમાં સાતે ભાંગા ઘટે છે. તે આ રીતેસામાન્યગ્રાહી સંગ્રહનયમાં પ્રથમ ભાંગો, વિશેષગ્રાહી વ્યવહારનયમાં બીજો ભાંગો, વર્તમાન પર્યાયગ્રાહી ઋજુસૂત્રનયમાં ત્રીજો ભાગો, સંગ્રહનય અને વ્યવહારનયમાં ચોથો ભાંગો, સંગ્રહનય અને ઋજુ સૂત્રનયમાં પાંચમો ભાંગો, વ્યવહારનય અને ઋજુસૂત્રનયમાં છઠ્ઠો ભાંગો તથા સંગ્રહન-વ્યવહારનય અને ઋજુસૂત્રનયમાં સાતમો ભાંગો ઘટે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org