________________
સંતિતપ્રઝર, TD-૨, માથા-રૂદ્-૪૦
ઉપરના ભંગોમાં જોઈ શકાય છે કે નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એ ત્રણ મુખ્ય ભંગો છે; બાકીનાં ભંગો તો પરસ્પરના મિશ્રણથી થયેલાં છે. તેથી મૂળભૂત ત્રણ ભંગોનું સ્વરૂપ સમજાતાં બાકીના બધા અંગોનું સ્વરૂપ સમજાઈ જાય છે.
પહેલો ભંગ આત્મા નિત્યરૂપે હોવાનું વિધાન કરે છે અને બીજોભંગ તેથી ઉલટું એટલે નિત્યરૂપે ન હોવાનું વિધાન કરે છે. આ બન્ને વિધાનો વાસ્તવિક તો જ કહી શકાય કે જો તે પરસ્પર બાધિત ન હોય. તત્ત્વરૂપે આત્માનું નિત્યપણું પૂર્વાપરના અનુસંધાનથી સિદ્ધ છે અને અવસ્થાભેદથી અનિત્યપણું પણ અનુભવસિદ્ધ છે; આ રીતે અપેક્ષાપૂર્વક વિધાન કરવામાં આવે તો આ બંને વિધાનો એકબીજાને બાધા પમાડતા નથી. પણ અપેક્ષાને બાજુએ મૂકીને આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે તેમ કહેવામાં આવે અર્થાત્ સર્વાશે નિત્ય કે અનિત્ય માનવામાં આવે તો તત્ત્વરૂપે અનિત્યપણું અને અવસ્થાભેદે નિત્યપણું માનવું પડે, જે અવાસ્તવિક છે. તેથી નક્કી થાય છે કે અપેક્ષાભેદે કરાયેલા ભંગો જ યથાર્થ છે.
આ રીતે એક જ આત્માના વિષયમાં નિત્ય હોવા અને નિત્ય ન હોવાનાં બન્ને વિધાનો પરસ્પર વિરોધી હોવા છતાં અસંદિગ્ધ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ દરેક ભંગ સાથે શરૂઆતમાં “અપેક્ષાવિશેષ' અને અંતમાં “જકારનો શબ્દ પ્રયોગ થયેલો છે. તેથી એકંદરે પહેલા ભંગની વાક્યરચના “આત્મા અપેક્ષાવિશેષે નિત્ય જ છે' એવી બને છે. એ જ પ્રમાણે આગળના ભંગોમાં પણ જોડવું. સંસ્કૃતમાં “કથંચિત્' શબ્દ અથવા “સ્માતું' શબ્દ વાપરી
થેંચત્રિત્ય ' અથવા “ત્રત્ય વિ' એમ બોલવામાં આવે છે. જુદી જુદી અપેક્ષા વડે વિચાર કરતાં જે જે સ્વરૂપ સિદ્ધ થતું હોય તે સ્વરૂપ યોગ્ય શબ્દથી જણાવી શકાય; પણ એ બધી અપેક્ષાઓ વડે એક સાથે વિચાર કરી એક સાથે જ એક શબ્દ દ્વારા સ્વરૂપ જણાવવું હોય, તો તે માટે જોઈતો શબ્દ ન મળે અને તેથી તે દૃષ્ટિએ “અવક્તવ્ય જ છે' એમ કહેવું પ્રાપ્ત થાય છે. આ જ ત્રીજો ભંગ છે અને તે પોતાની દૃષ્ટિએ વાસ્તવિક જ છે.
મનુષ્ય વિષે સુનયની સપ્તભંગી આ પ્રમાણે બને –– અપેક્ષાવિશેષે ૧-મનુષ્ય જ છે, ૨-અમનુષ્ય (દવ વગેરે) જ છે, ૩-અવક્તવ્ય જ છે, ૪-મનુષ્ય તથા અમનુષ્ય જ છે, પ-મનુષ્ય તથા અવક્તવ્ય જ છે, ૬-અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે અને ૭-મનુષ્યઅમનુષ્ય તથા અવક્તવ્ય જ છે.
મનુષ્યપણું એટલે અમુક ચોક્કસ આકાર અને ગુણધર્મનું હોવું અને બીજા આકાર તથા ગુણધર્મનું ન હોવું. તેથી ફલિત થાય છે કે મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિ; તેમ જ સ્વરૂપ અને પરરૂપથી તેનું અક્રમે અર્થાત્ એક સાથે નિરૂપણ કરવું હોય, તો તેને અવક્તવ્ય જ કહેવો પડે. આ રીતે મનુષ્ય, અમનુષ્ય અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભેગો થતાં જ બાકીના પણ ભંગો બની જાય છે. આ રીતે ઘટ વગેરે દરેક વસ્તુઓમાં સ્વ-પરપર્યાયો વડે સપ્તભંગી બની શકે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org