________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गा-३६-४०
અને રૂ. ચાવવત્તવ્યો ધટ: I આ ત્રણે ભંગો સકલાદેશ સ્વરૂપ છે. જ્યારે ૩. ચાતિ વ નાસ્તિ च घटः, २. स्यादस्ति चावक्तव्यश्च घटः, ३. स्यान्नास्ति चावक्तव्यश्च घटः, ४. स्यादस्ति च नास्ति વિવક્તવ્ય ધટ: | આ ચાર ભંગો વિકલાદેશ સ્વરૂપ છે. આ રીતે વધારેમાં વધારે સાત વાક્યો બને છે. એ જ સાત પ્રકારની વાક્યરચનાને સપ્તભંગી કહેવાય છે.
આ જ સાતે ભંગો ચા પદથી રહિત હોય અર્થાત્ “જ' કારના સ્વભાવવાળા હોય તો તેવા પ્રકારના વિષયના અભાવને કારણે તે ભંગો દુર્નય બને છે. વળી જો આ ભંગો અન્યધર્મોનો પ્રતિષેધ ન કરતાં હોય અને પોતાના અર્થનું પ્રતિપાદન કરવામાં કુશળ હોય તો તે જ ભંગો સુનયપણાને પામે છે અથવા થાત્ પદથી યુક્ત હોય અને વિવક્ષિત એક ધર્મમાં અવધારણના સ્વભાવવાળા હોય તો પણ સુનયપણાને પામે છે કારણ કે વ્યવહાર માટે જરૂરી દ્રવ્યના એક ધર્મની વિરક્ષા કરે છે અને તે જ દ્રવ્યના અન્ય ધર્મોનો નિષેધ કરતા નથી તથા સ્થા પદથી યુક્ત હોય તો પ્રમાણ સ્વરૂપ બને છે. આથી ગવ ઈત્યાદિ દુર્નયસ્વરૂપ છે, સ્તિ ઈત્યાદિ અથવા વચ્ચેવ સુનયસ્વરૂપ છે અને સ્થાતિ ઈત્યાદિ પ્રમાણ સ્વરૂપ છે.
નિત્ય-અનિત્યધર્મની અપેક્ષાએ આત્માની સુનયની સપ્તભંગી આ મુજબ થાય છે. અપેક્ષા વિશેષે ૧-આત્મા નિત્ય જ છે. ૨-આત્મા અનિત્ય જ છે, ૩-આત્મા અવક્તવ્ય જ છે, ૪આત્મા નિત્ય જ છે તથા અનિત્ય જ છે, પ-આત્મા નિત્ય તથા અવક્તવ્ય જ છે, ક-આત્મા અનિત્ય તથા અવક્તવ્ય જ છે અને ૭-આત્મા નિત્ય-અનિત્ય તથા અવક્તવ્ય જ છે.
૧-આત્મા ગમે તેટલી જુદી જુદી દશાઓ અનુભવે છતાં દ્રવ્યરૂપે આત્મા ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી અને તદ્દન નાશ પામતો નથી, તેથી એ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય જ છે.
૨-એ જ રીતે આત્મા દ્રવ્યરૂપે અનાદિ અનંત હોવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અનિત્ય જ છે.
૩-એક એક દૃષ્ટિ લઈ તેનો વિચાર કરતાં તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય. પણ એ બન્ને દૃષ્ટિએ એક જ સાથે તેનું નિરૂપણ કરવું હોય, તો શબ્દ દ્વારા કરવું શક્ય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવક્તવ્ય જ કહી શકાય.
૪-બન્ને દૃષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હોય, તો એક અપેક્ષાએ નિત્ય તથા એક અપેક્ષાએ અનિત્ય જ છે. એમ કહી શકાય.
પ-એક દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને નિરૂપણ કરવું હોય તો નિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય.
૯-એ જ રીતે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય.
૭-અને દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિને અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિને ક્રમથી સાથે લઈને તેમ જ બંને દૃષ્ટિઓ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય-અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org