________________
સંતિત
છે, ક્રાહુ-૧, -રૂ૬-૪૦
જ્યારે વસ્તુનો એક દેશ અસ્તિત્વસ્વરૂપ સદ્ભાવપર્યાયમાં નિયત હોય અને એક દેશ નાસ્તિત્વસ્વરૂપ અસદ્ભાવપર્યાયમાં નિયત હોય, ત્યારે તે દ્રવ્ય અસ્તિ – નાસ્તિરૂપ બને છે. કારણ કે તે આદેશથી વિશેષિત થયેલું છે અર્થાત્ તેના એક ભાગમાં સદ્ભાવ પ્રધાનપણે વિવક્ષિત છે અને બીજા ભાગમાં અસદ્ભાવ પ્રધાનપણે વિવક્ષિત છે. ભંગ-૪ (૩૭).
જે વસ્તુનો એક ભાગ અસ્તિત્વરૂપે અને એક ભાગ ઉભયરૂપે અર્થાતું અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપપણે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિવેક્ષાથી અસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. મંગ-પ (૩૮).
જેનો એક ભાગ નાસ્તિત્વરૂપે અને એક ભાગ ઉભયરૂપે અર્થાતું અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપપણે વિવલિત છે, તે દ્રવ્ય વિવક્ષાથી નાસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. ભંગ-(૩૯)
જે દ્રવ્યનો એક ભાગ અસ્તિત્વરૂપે, બીજો ભાગ નાસ્તિત્વરૂપે અને ત્રીજો ભાગ ઉભયરૂપે અર્થાત્ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપલ્પણે વિવિક્ષિત છે, તે દ્રવ્ય વિવાથી અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. મંગ-૭ (૪૦)
તાત્પર્ધાર્થ : અહીં અવતરણિકામાં સપ્તભંગીનું ઉત્થાન જણાવતાં ટીકાકારશ્રીજીએ જણાવ્યું છે કે,
દરેક વસ્તુ ભેદભેદ સ્વરૂપ છે. વસ્તુ કાંઈક અંશે સત્ છે તો કાંઈક અંશે અસતું છે, આ રીતે રજૂઆત કરનાર સમ્યગ્વાદી છે અને વસ્તુ એકાંતે સત્ય છે કે એકાંતે અસતું છે ઈત્યાદિ રજૂઆત કરનાર મિથ્યાવાદી છે. આવું જણાવીને હવે દરેક વસ્તુમાં એકાંતઅનેકાંતસ્વરૂપ અંશ રજૂ કરવાથી જે રીતે તે વચન સુનય, દુર્નય અને પ્રમાણરૂપ બને છે તે રીતે વિસ્તારથી રજૂ કરવા માટે સપ્તભંગીનું સ્વરૂપ આ ગાથાઓમાં જણાવે છે,
અથવા
વસ્તુ જે રીતે વ્યવસ્થિત છે, તે રીતે સાપેક્ષપણે રજૂઆત કરવાથી વક્તાનું વચન નિપુણતાને પામે છે, જ્યારે સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિકની જેમ નિરપેક્ષરણે રજૂઆત કરનાર વક્તા જો અરિહંત પરમાત્માના મતને અનુસરનાર હોય તો પણ તેનું વચન યાત્ પદથી રહિત હોવાથી સર્વજ્ઞ નિર્દિષ્ટ સપ્તભંગીને ન પામવાથી અનિપુણતાને પામે છે. ખરેખર, વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ સપ્તભંગી સિવાય જાણી શકાતું નથી. માટે, તે સપ્તભંગી આ ગાથામાં જણાવતાં કહે છે કે,
કોઈપણ વસ્તુના એક ધર્મને લઈ ભાવ કે અભાવરૂપે તે વસ્તુનું વાસ્તવિક કથન તે ભંગ. એવા ભંગો મૂળમાં ત્રણ છે; જેને સકલાદેશ કહેવાય છે અને એ ભંગરૂપ વાક્યોના અરસપરસ મિશ્રણથી અને સંચારણથી બીજા ચાર ભાંગા થાય છે, જેને વિકલાદેશ કહેવાય છે. આ જ પદાર્થને ઘટના દૃષ્ટાંતથી જોવામાં આવે તો . ચાતિ ઘટ , ૨. ચાત્રાતિ ઘટ:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org