________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३४
૬૭
ગાથાર્થ ઃ જે વક્તા પુરુષને પુરુષદશામાં આ પુરુષ જ છે એમ નિર્વિકલ્પ કહે છે અર્થાત્ અભિન્ન કહે છે તે વક્તા બાલ વગેરે વિકલ્પોને પામી શકતો નથી અથવા અભેદરૂપને બાલ વગેરેની તુલ્ય પામે છે. અર્થાત્ બાલ વગેરે વિકલ્પોનો જેમ અભાવ માને છે તેમ અભેદરૂપના પણ અભાવને પામે છે.
અથવા જે વક્તા પુરૂષને પુરુષદશામાં નિશ્ચિતભેદવાળો છે નિશ્ચિત પર્યાયવાળો કહે છે, તે વક્તા બાલ વગેરે વિકલ્પોને ઇંપર્યાયોને પામી શકતો નથી અથવા બાલ વગેરે પર્યાયો દ્રવ્યની તુલ્યતાને જ પામે છે. અર્થાત્ દ્રવ્યરૂપ અભેદના અભાવની જેમ બાલ વગેરે ભેદનો પણ અભાવ પામે છે. (૩૩)
તાત્પર્યાર્થ : જો પુરુષરૂપ વ્યંજનપર્યાયને એકાંતે અભિન્ન માનવામાં આવે, તો તેનો અર્થ એ જ થાય કે તે માત્ર પુરુષરૂપ જ છે પણ તેના અવાંતર પર્યાયો નથી; અને એમ માનવા જઈએ તો પરિણામે એ પુરુષરૂપ પર્યાય પણ સિદ્ધ ન થાય. કારણકે પુરુષત્વ એટલે અનેક અવાંતર પર્યાયોનો સમુદાય. હવે જો અવાંતર પર્યાયો જ ન હોય, તો સમુદાયરૂપ પુરુષપર્યાય ન જ હોઈ શકે; તેથી એકાંત અભિન્ન માનતાં અવાંતર પર્યાયોનો લોપ થવાને લીધે છેવટે વ્યંજનપર્યાય પણ અવાંતર પર્યાયની તુલ્ય કોટિમાં એટલે લોપ દશામાં મૂકાય છે.
અથવા
હવે, જો પુરુષરૂપ વ્યંજનપર્યાયને એકાંતે ભિન્ન માનવામાં આવે તો અભેદના અભાવમાં ભેદઅવસ્થાનો પણ અભાવ હોવાથી અભેદને ન માનીએ તો ભેદનો પણ અભાવ થઈ જશે. આ રીતે સર્વ વ્યવહારના નાશનો પ્રસંગ આવતો હોવાથી વસ્તુ એકાંતે ભિન્ન પણ નથી કે એકાંતે અભિન્ન પણ નથી પણ ભેદભેદસ્વરૂપ જ છે. (૩૩) अस्यैवोपसंहारार्थमाह -
वंजणपज्जायस्स उ पुरिसो ‘पुरिसो' त्ति णिञ्चमवियप्पो ।
बालाइवियप्पं पुण पासइ से अत्थपज्जाओ ।।३४।। व्यञ्जनपर्यायस्य तु व्यञ्जनपर्यायग्राहकनयेन पुरुषः पुरुषवस्तु नित्यं 'पुरुष' इति अविकल्पं सदा भेदं न प्रतिपद्यते । पुनः अर्थपर्यायः अर्थपर्यायग्राहिनयस्तस्य पुरुषद्रव्यस्य बालादिविकल्पं बाल-कुमारादिभेदं पश्यति ।
अयं परमार्थः - व्यञ्जनपर्यायग्राहकनया वस्तुनो भेदं न स्वीकुर्वन्ते, अर्थपर्यायग्राहकनयास्तु वस्तुनो भेदं गृह्णन्ति । ततो व्यञ्जनपर्यायेण पुरुषवस्तु भेदरहितं तथा तद्व्यञ्जनपर्यायस्यैवार्थपर्यायैः पुरुषवस्तु सविकल्प इति सिद्ध्यति ।।३४ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org