________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३२
સન્વાર્થ : ના = જન્મથી પ્રારંભ કરી મરજીવા૫ર્નન્તો = મરણ સમય
સુધી દરેક અવસ્થામાં પરિષ્યિ = પુરુષમાં પુરિસો = ‘પુરુષ' શબ્દ (વપરાય છે). તરસ ૩ = તે પુરુષના જ વસ્ત્રાર્ફા = બાલ વગેરે વવિયપ્પા = ઘણા ભેદવાળા પળવણોયા = પર્યાયસંબંધ -
અર્થપર્યાયો. ગાથાર્થ : અનંત અર્થપર્યાય અને વ્યંજનપર્યાયસ્વરૂપ પુરુષ વસ્તુમાં જન્મથી માંડી મરણ સમય સુધી અભેદને સૂચવનાર પુરુષ' એવો શબ્દ વપરાય છે, અને તે પુરુષના જ બાલ વગેરે અર્થપર્યાયો અનેક પ્રકારના સંભવે છે.
અથવા (બીજી અવતરણિકા જે કરવામાં આવી તે મુજબ ગાથાનો અર્થ આ મુજબ છે કે-) ‘પુરુષ' નામની વસ્તુમાં જે પુરુષધ્વનિ છે = પુરુષ” એ મુજબ જે વ્યવહારનો વિષય બને છે, તે વ્યંજનપર્યાય છે, શેષ ‘બાલ' વગેરે શબ્દોથી ભિન્ન ભિન્ન અવસ્થામાં અલગ-અલગ વ્યવહાર કરાય છે તે બાલાદિધર્મસમૂહ અર્થપર્યાય છે. (૩૨)
તાત્પર્યાર્થઃ જે જીવે પુરુષરૂપે જન્મ લીધો ત્યારથી માંડી મરણ પર્યત તે જીવ પુરુષ પુરુષ” એવા સમાન શબ્દથી વ્યવહાર કરાય છે અને પુરુષ પુરુષ” એવી સમાન પ્રતીતિનો વિષય બને છે; પણ કોઈ તેનો સ્ત્રી-નપુંસક તરીકે વ્યવહાર કરતા નથી. તેથી, જીવનો એ પુરુષરૂપ સદૃશ-પર્યાયપ્રવાહ વ્યંજનપર્યાય છે. તેમાં જે બીજા બાલ્ય, કુમાર, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ આદિ અનેક પ્રકારના સ્થૂલ પર્યાયો કે બાલ્યવયમાં પણ તાજું જન્મેલ, અનંધય, પગે ચાલતું બાળક વગેરે પર્યાયો કે તેમાં પણ સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાયો કે જે પ્રતિસમયની વિવક્ષાથી ભેદ પડે તેવા અનંત સૂક્ષ્મ પર્યાયો ભાસે છે, તે બધાયે પુરુષરૂપ વ્યંજનપર્યાયના અવાંતર પેટાપર્યાયો સ્વરૂપ અર્થપર્યાયો છે. અર્થાત્ કોઈ પણ એક વ્યંજનપર્યાય લઈએ, તો અવસ્થાભેદે તેના અનેક અર્થપર્યાયો સંભવે છે.
આ રીતે, એક જ પુરુષપર્યાયમાં વ્યંજનપર્યાય વડે “ચાલ્ ?' સ્વરૂપ નિર્વિકલ્પજ્ઞાન (ભેદ રહિત બોધ) ઉત્પન્ન થાય છે તથા અર્થપર્યાય વડે ‘ચત્ અને:' સ્વરૂપ સવિકલ્પજ્ઞાન (ભેદ રહિત બોધ) ઉત્પન્ન થાય છે.
અર્થાત્ પુરૂષ વ્યંજનપર્યાય વડે એક છે અને બાલ વગેરે અર્થપર્યાયો વડે અનેક છે.
આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ વૈયાકરણ, વૈશેષિક, મીમાંસક વગેરેને માન્ય શબ્દ અને તેના અર્થસંબંધનું નિરૂપણ કરી અંતે તેનું ખંડન કરવાપૂર્વક અનેકાંતદૃષ્ટિએ શબ્દ અને તેના અર્થસંબંધનું વર્ણન વિસ્તારથી કર્યું છે. (૩૨)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org