________________
२२७
પરિશિષ્ટમ-૨૧ ધ્યાનમાલા
સિદ્ધચક્રની માંડણી, અંતર આતમ ભાવતછે, પરમાતમપદવી લહે, કર્મપક સવિ જાવતઈ... ૨ શાન્ત દાન્ત ગુણવંત, સંતના સેવાકારી, વારિત-વિષય-કષાય, જ્ઞાન દર્શન સુવિચારી; સ્યાદ્વાદ રસ સંગ, હંસ પરિ શમરસ ઝીલઈ, શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિ કર્મનઈ ખીલઈ; તાદશ નર પરમેષ્ઠિપદ સાધનના કારણે લહઈ, સાહ રામજી સુત રત્ન નેમિદાસ ઈણિ પરિ કહઈ...૩
[ઢાળ-૭ – ચંદ્રાલાની] એ પાંચ પરમેષ્ઠિના રે, સાધનના આમ્નાય, વિદ્યાપ્રવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય; શ્રી જિનરાયતણા જે ગણધર, વર્ધમાનવિદ્યાના આગર, વર્ધમાનભાર્વે કરી તપિયા, તસ અનુભાવે સકલ કર્મ ખપિયા; જે ભાવિક જનજી રે, ધ્યાઓ ધરી આનંદ પ્રમાદ દૂરિ કરી રે, પામાં પરમાનંદ ભવજ લનિધિ તરી રે... આંચલી... ૧ પ્રાણાયામાદિક કહ્યા રે, રૂઢિમાત્ર તે જો[જાગૃણિ, શુભ સંકલ્પઈ થાપાઈ રે, મનડું પાવન ઠાણિ; હાણિ હોઈ તવ અશુભહ કેરી, નાસૈ બાહ્ય અભ્ભિતર વૈરી, જિતકાશિ જગમાંહિ ભેરી, વાજે કીર્તિ દિશો દિસિ સેરીજી.... આંચલી.... ૨ સિદ્ધ રસાદિક સ્પર્શથી રે, લોહ હોઇ જિમ હમ, આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતો નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રાનઈ નાશઈ, તત્ત્વજ્ઞાનનો હોઇ પ્રકાશજી... આંચલી.. ૩ જ ન્માંતર સંસ્કાર થી રે, અથવા સહ જ સભાવ, અથવા સુગુરુપ્રસાદથી રે, પામેં તત્ત્વ જ માવ;
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org