________________
પરિશિષ્ટમ્-૨૧ ધ્યાનમાલા
એકાન્તે અતિપાવન ઠામ, રમ્ય દેશ સુખાસન નહી ધામ; પટુ ઇન્દ્રિય પણિ વિષય વિકાર, નવિ ભાવૈ મનમાંહિ લિગાર. ૧૧ ગુરુ વિનયી નૈ શ્રુત અનુયાય, ગુણપક્ષી ને મનિ નિમાય; ઔદાસિન્ય પણિ ભવભાવ, સેવૈં પણિ નવિ ચિત્ત જમાવ. ૧૨ એહવા ગુણનોસેવી જોય, ધ્યાન કરણને યોગ્ય તે હોય; ચલપરિણામી ન ધરે ધ્યાન, શુદ્ધાતમનું ક્યું તસ નામ. ૧૩ થિ૨ ક૨ી ૨ાખેં જે ઉપયોગ, કરતો તત્ત્વતણો આભોગ; આતમસાર તે ચિત્તમાં ધરે, ઇણિ વિધિ પ૨માતમપદ વર્તે. ૧૪ તેહનો શાશ્વત અખય ઉદ્યોત, પરબ્રહ્મ પ૨માતમ જ્યોતિ; સહજાનંદ સદા સુખકંદ, મહા સુખસાગર ગત સવિ દંદ. ૧૫ પ્રથમ વિચાર કરૈ એહવો, ભવસુખ દુ:ખદાઇ કેહવો; જે પુદ્ગલ સ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી. ૧૯ છાલી વાટક નાટક ગણું, ક્રોધાદિક દુ:ખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ, પરસંગે થયો તેહ વિરૂપ. ૧૭ સકલ ઋદ્ધિ સાવરણૈ જાય, ભાગી બદામ અનંત વિકાય; પુદ્ગલ ખલ સંગે દુઃખ ઠામ, મદિરા મોહ થકી ગત મામ. ૧૮ દ્રવ્ય પ્રાણ કરતેં ભવ ગયો, ભાવ પ્રાણ સંમુખ જવ થયો; જાણ્યો સકલ સભાવ વિભાવ, સત્ય સરૂપ થયો સમભાવ. ૧૯ દેખૈ નિજ પર કેરાં રૂપ, જિમ નટ નૃત્ય કરંતો ભૂપ; આપ આનંદમાંહિ તે લીન, શાંતિ સુધા૨સમાંહિ અદીન. ૨૦ આપ રૂપ પ્રગટેં જિણ હેતિ, તે દાખેં ગુરુજન ધરી હેતિ; જિનશાસનમાંહિ યોગ અનેક, ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક. ૨૧.
[ઢાળ-૨ બંગલાની દેશી. રાગ-કાફી]
શિવસુખ પ્રાપણ મૂલ ઉપાય, ધ્યાન કહ્યું કૈં જિનવ૨ાય. સાહિબ સેવિઇં હાંરે મનમોહન સા; ધ્યાનમાંહિ દોઈં અશુભ નિદાન, આર્ટરૌદ્રની કીજૈ હાનિ સા૦ ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
२१९
www.jainelibrary.org