________________
પરિશિષ્ટ-૨૧ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણીત “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા”
અથવા અનુભવ લીલા”
[ઢાળ-૧ - ચોપાઇ શ્રી જિનવાણી પ્રણમન કરી, સિદ્ધચક ભાલDલ ધરી; શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણ. ૧. પ્રગટે શુચિ અનુભવની જ્યોતિ, નાસે તવ મિથ્યામત છોતિ; શુદ્ધાતમ અવલોકન કરું, દઢભાવે એહિ જ ચિત્ત ધરું. ૨. વચન, વિવેક, વિનય સુ(શુ)દ્ધિ કરી, તિણથી મિથ્થામતિ અપહરી; પ્રગટ્યો શુભ સંકલ્પ પ્રધાન, આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન. ૩. વિતરાગ દોસી નિકલંક, નહી વિકલ્પ મદ માન ન વંક; તેહ નિરંજન નિર્મલ ગુણી, પ્રથમ આલંબનસ્ય રતિ બની. ૪. એહ ધ્યાને સુખ ઉપનું જેહ, ગંગે ગોલ ગળ્યા પરિ તેહ; ન કહાયે મુખિ સુખ બહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાય. ૫. પ્યાર શરણમ્યું લાગો રાગ, જાણે એહથી થયો વડભાગ; સુખ દુઃખ આવ્યે સમ મનિ લાગિ, વેદે જિમ નવિ રણમેં નાગ ૭ અસંખ્ય પ્રદેશ નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પwવ તેહના અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત. ૭. એથી અલગો પુદગલરૂપ, તેહથી ન્યારો ચેતન ભૂપ; એહનું જ્ઞાન એહનું ધ્યાન, દઢ પ્રતીત ચિંતન અનુમાન. ૮. અરિહંતાદિક શુદ્ધાતમા, તેહનું ધ્યાન કર મહાતમા; કર્મ કલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ ધ્યાને સુખ થાય. ૯. મન વચન કાયાના યોગ, શુભ શુભ જોડૅ ન ઇ€ ભોગ; વિકથા નિદ્રા નૈ આહાર, આસનના જય અનેક પ્રકાર. ૧૦.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org