________________
५६
ર
વિક્રમની ૧૭મી સદીમાં ઉપાધ્યાયજી યશોવિજયજીએ શ્રી હરિભદ્રસૂરિના શાસ્ત્રવાર્તા સમચુચ્ય ગ્રંથ પર વૃત્તિ રચતાં જણાવ્યું છે કે
“येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः ।
તે સૂરો મચિ ભવન્તુ ધૃતપ્રસાવા:, શ્રીસિદ્ધસેન-ભિદ્ર-મુવા: સુવાય ।।”
ભાવાર્થ : સુપ્રસિદ્ધ વિદ્યા જેવી, જેમની વાણીનો આશ્રય લઈને, આ ગહન માર્ગમાં પણ હું સુખેથી પ્રવૃત્ત થયો છું, તે સિદ્ધસેન, હરિભદ્ર વગેરે સૂચિઓ મારા પર પ્રસાદ કરનારા સુખ માટે થાઓ.
આચાર્ય શ્રીહરિભદ્રસૂરિનું ચરિત્ર વિક્રમની બારમી સદીમાં પ્રા. કથાવલીમાં તથા તેરમી સદીમાં થયેલા સુમતિ ગણીએ વિ.સં. ૧૯૨૫માં રચેલી પ્રા. ગણધર સાર્ધ શતકની સં. બૃહવૃત્તિમાં તથા પ્રભાચંદ્રસૂરિએ વિ.સં. ૧૩૩૪માં રચેલ સંસ્કૃત પ્રભાવક ચરિતમાં તથા રાજશેખરસૂરિએ સં. ૧૪૦૫માં રચેલ પ્રબંધકોશ (ચતુર્વિંશતિ-પ્રબંધ) વગેરેમાં મળે છે. પ્રાચીન ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ વિ.સં. ૫૮૫માં થયો મનાય છે, વર્તમાન શોધખોળ પ્રમાણે તેમનો સમય વિક્રમની ૮મી-૯મી સદી વચ્ચે વિચારવામાં આવે છે.
ध्यानशतकम्
વિ.સં. ૭૩૩માં આવશ્યક સૂત્ર વગેરેની ચૂર્ણિ (વ્યાખ્યા) રચનાર જિનદાસગણિ મહત્તરના ઉલ્લેખો શ્રી હરિભદ્રસૂરિની વૃત્તિમાં જણાય છે, તેમ જ વિ.સં. ૮૩૫માં દાક્ષિણ્ય ચિહ્ન અ૫૨નામ ઉદ્યોતનાચાર્યે પ્રા. કુવલયમાલા કથામાં આચાર્ય વીરભદ્ર સાથે હરિભદ્ર ગુરુનો ઉલ્લેખ કર્યો છે :
"सो सिद्धंतेण गुरू, जुत्तीसत्थेहि जस्स हरिभद्दो | વડુલત્યાંથ-વિસ્થર-પત્ઝરિય-યડ-સનો !"
ભાવાર્થ : તે સિદ્ધાંત વડે, યુક્તિ-શાસ્ત્રો વડે જેના ગુરુ હરિભદ્ર થયા, જેણે વિસ્તાર વડે સર્વ અર્થોને પ્રગટ રીતે વિસ્તાર્યા છે.
બહુશાસ્ત્ર- ગ્રંથોના
વર્તમાનમાં સ્વ. પં. હ૨ગોવિંદદાસજીએ પં. સુખલાલજીએ, પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ, આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિજીએ તથા ઇતિહાસ પ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી વગેરે વિદ્વાનોએ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની ગ્રંથરચના અને સમય સંબંધમાં તથા સદ્ગત સાક્ષર શ્રી મોહનલાલ લિચંદ દેસાઈએ જૈન સાહિત્યના ઇતિહાસમાં અન્યત્ર વિચારણા કરી છે. પ્રો. હી. ૨. કાપડિયાએ ‘શ્રી હરિભદ્રસૂરિ' નામના ગ્રંથ (સયાજી સાહિત્યમાલા ગ્રં. ૩૩૬)માં વિસ્તારથી અને અહીં પણ ‘પુરોવચન' દ્વારા આવશ્યક વક્તવ્ય કર્યું છે. એથી અહીં તેની પુનરુક્તિ કરવી ઉચિત નથી, જિજ્ઞાસુઓ તે તે ગ્રંથો, લેખો, વાંચશેવિચારશે એવી આશા છે.
- પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી (સમરાઈચ્ચકહા પ્રસ્તાવનામાંથી સાભાર)
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org