________________
પ્રસ્તુતગ્રંથ વિશેષપદાર્થો
-
પ્રસ્તુતગ્રંથ વિશેષપદાર્થો
યોગશતક ગાથા-૫૦ (ધ્યા. શ. ગાથા-૧ ટિપ્પન)
અરિહંત વગેરે ચા૨ના ધ્યાનથી કિલષ્ટ કર્મનો નાશ થાય છે. જેનાથી શાંતિ-રક્ષાની પ્રાપ્તિ થાય છે, માટે આ ચારનું જ શરણ સ્વીકારવું જોઈએ.
બૃહત્કલ્પભાષ્ય, ગાથા-૧૬૪૧ (ધ્યાનશતક, ગાથા-૨ ટિપ્પન)
લેશ્યા બે પ્રકારની છે દ્રવ્ય તથા ભાવ. તે પૈકી ભાવલેશ્યા એટલે આત્માનો માનસિક પરિણામ અને તે માનસધ્યાન સ્વરૂપ છે.
५७
ara
બૃહત્કલ્પસૂત્ર ગાથા-૧૬૪૧ (ધ્યા. શ. ગાથા-૨ ટિમ્પન)
ધ્યાન એ નિશ્ચે ચિંતા સ્વરૂપ છે. પણ ચિંતા એ ધ્યાનરૂપ પણ હોય, ધ્યાનની ભૂમિકા સ્વરૂપ ધ્યાનાંતરિકારૂપ પણ હોય અથવા આ બેથી ભિન્ન વિભિન્ન વિચારોરૂપ મનની પ્રવૃત્તિ પણ હોઈ શકે. આ રીતે ચિંતા અને ધ્યાન વચ્ચે એકત્વ પણ ઘટે અને અન્યત્વ પણ ઘટે.
આવશ્યકનિર્યુક્તિ, ગાથા-૧૪૬૨
કાયોત્સર્ગ ક૨વાથી શેષવ્યાપારના ત્યાગપૂર્વક એક ચિત્ત થઈ શુભધ્યાન ઉત્પન્ન થઈ શકે છે. આવશ્યકનિર્યુક્તિ, ગાથા-૧૪૭૬ થી ૧૪૭૮
માનસિક ધ્યાન, વાચિકધ્યાન અને કાયિકધ્યાન સ્વરૂપ ત્રિવિધ ધ્યાનનું વિસ્તા૨થી વર્ણન ક૨વામાં આવ્યું છે.
આવશ્યકચૂર્ણિ (ધ્યા. શ. ગાથા-૨ ટિપ્પન)
ધ્યાન સાત પ્રકારનું છે.
૧-માનસ ➡>> ૧ થી ૧૨ ગુણસ્થાનક
૨-વાચિક → ૧ થી ૧૨ ગુણસ્થાનક તથા ધર્મકથા કરતાં કેવલી ભગવંતોને
૩-કાયિક → ૧ થી ૧૨ ગુણસ્થાનક તથા ચરમ સમયોના સયોગી કેવલી ભગવંતોને
૪-માનસિક-વાચિક + ૧ થી ૧૨ ગુણસ્થાનક
૫-વાચિક-કાયિક → ૧ થી ૧૨ ગુણસ્થાનક ૬-માનસિક-કાયિક → સંયોગિ કેવલી ભગવંતોને
૭-માનસિક-વાચિક-કાયિક → ૧ થી ૧૨ ગુણસ્થાનક
Jain Education International 2010_02
ધ્યાનવિચાર (ધ્યા. શ. ગાથા-૨ ટિપ્પન)
ચિંતા તથા ભાવનાપૂર્વકના સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવાય છે. તે બે પ્રકારનું છે. દ્રવ્ય તથા ભાવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org