________________
ટીકાકારશ્રીનો પરિચય
ર
યુગપ્રવર થયા. કુસમય-કૌશિકોનું કુલ જેમનાથી સંકોચિત થયું, તેવા અમલ ઉત્તમ (સૂર્ય જેવા) પ્રભાસમાન પ્રણતજનોને ભદ્ર આપનાર હરિભદ્ર પ્રભુને હું વંદન કરું છું.”
જિનદત્તસૂરિ રચિત ગણધર સાર્ધશતક (ગાથા-૫૨ થી ૫૯નો ભાવાર્થ), મૂળ માટે જુઓ અપભ્રંશ કાવ્યત્રયી પૃ. ૯૪ (ગા.ઓ.સિ.નં. ૩૭, સન-૧૯૨૭માં પ્ર. પરિશિષ્ટ(૨))
બીજા અનેક આચાર્યોએ અન્યત્ર શ્રી હરિભદ્રસૂરિની સદ્ભાવભરી પ્રશંસા કરી છે.
વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં સુપ્રસિદ્ધ વ્યાખ્યાનકાર મલયગિરિસૂરિએ શ્રી હરિભદ્રસૂરિની પ્રા. ધર્મસંગ્રહણીની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે
“કૃમિદ્ર વષ: વેવતિશમ્મીર-પેશનમ્ ! ।
વન ચાઠું નકથીરેપ:, સ્વત્વશાસ્ત્રતશ્રમ: !" ।।
५५
ભાવાર્થ : આ અતિગંભીર પેશલ (સુંદર-મનોહ૨) હરિભદ્રનું વચન ક્યાં ! અને સ્વલ્પ શાસ્ત્રમાં શ્રમ કરનાર જડબુદ્ધિ એવો હું ક્યાં !
વિ.સં. ૧૩૧૪માં પ્રદ્યુમ્નાચાર્યે સં. સમરાદિત્ય-સંક્ષેપ ગ્રંથની રચના કરતાં જણાવ્યું છે કે -
'तामेवार्यां स्तुवे, यस्या धर्मपुत्रो वृषासनः । गमेशो हरिभद्राख्यश्चित्रं भववियोगमः ।। चतुर्दशशती ग्रन्थान्, सदालोकान् समावहन् । દરે: જ્ઞતમુળ: શ્રીમાન્, મિદ્રવિમુર્મુદ્દે ।।"
ભાવાર્થ : તે જ આર્યા યાકિની મહત્તરા (બીજા પક્ષમાં પાર્વતી)ની હું સ્તુતિ કરું છું, જેના ધર્મપુત્ર પૃષાસન (ધર્મ, બીજા પક્ષમાં વૃષભ આસનવાળા) હિરભદ્ર નામના ગણેશ થયા. આશ્ચર્ય છે કે, જે ભવ-વિયોગ (ભવ-વિરહ, બીજા પક્ષમાં ભવ-મહાદેવના વિયોગ)વાળા થયા. સદા આલોક (પ્રકાશ) આપતા ૧૪૦૦ ગ્રંથોને સારી રીતે વહન કરનારા, હિરથી સો ગુણા શ્રીમાન્ હરિભદ્ર વિભુ હર્ષ આપનાર થાઓ.
આચાર્ય હરિભદ્રસૂરિએ રચેલી અનેકાંત જયપતાકાના અભ્યાસી, જયસિંહસૂરિ શિષ્ય યક્ષદેવે બારમી સદીમાં (?) ઉચ્ચાર્યું હતું કે –
" यथास्थितार्हन्मतवस्तुवेदिने, निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढताऽरये, नमोऽस्तु स्तमै हरिभद्रसूरये ।। "
ભાવાર્થ : યથાસ્થિત અર્હન્મતની વસ્તુઓના જાણકાર, સમસ્ત વિપક્ષ વાદીઓને પરાસ્ત કરનાર, વિદગ્ધ મધ્યસ્થ મનુષ્યોની મૂઢતા દૂર કરનાર તે હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org