________________
ध्यानशतकम्
ટીકાકારશ્રીનો પરિચય સમર્થશાસ્ત્રકારશિરોમણિ પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજા શ્રી જૈનશાસનના મહાનું પ્રભાવક, સમર્થ ધર્મોપદેશક જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ અદ્વિતીય વિશિષ્ટ વિભૂતિરૂપ થઈ ગયા. જેમણે શ્રેષ્ઠ જ્યોતિર્ધર તરીકે જૈનશાસન-ગગનને અપૂર્વ જ્ઞાન
જ્યોતિથી આજથી બારસો વર્ષો પહેલાં દીપાવ્યું હતું. ૧૪૦૦ જેટલા પ્રકરણ ગ્રંથોની રચના દ્વારા જેમણે સમાજને વિવિધ જ્ઞાન આપ્યું હતું, જેમાંના વર્તમાનમાં પણ વિદ્યમાન ૭૫ જેટલા ઉપલબ્ધ ગ્રંથો જ્ઞાન-પ્રકાશ ફેલાવી રહ્યા છે.
હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની બાવીસ હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત શિષ્યહિતા વૃત્તિ રચેલી છે, તેના અંતમાં પોતાને “સિતામ્બરાચાર્ય, શ્રી જિનભટ (જિનભદ્ર)ના નિગદ (વચન)ને અનુસરનાર, વિદ્યાધરકુલતિલક આચાર્યશ્રી જિનદત્તના શિષ્ય તરીકે તથા ધર્મથી યાકિની મહત્તરાના સૂનુ તરીકે, અલ્પમતિ આચાર્ય હરિભદ્ર' નામે પોતાને ઓળખાવેલ છે :_ 'समाप्ताचेयं शिष्यहितानाम आवश्यकटीकावृत्तिः (कृतिरिय) सितम्बराचार्यश्रीजिनभट-निगदानुसारिणो વિદ્યારત્નતિત્તાવાનિદ્રષિજી, ઘર્મતવિકની મદત્તરશ્નનોરત્નમતેરાર્થરિમા ” આવ.. વૃત્તિના અંતમાં (દ. ભા.)
પાછળના અનેક વિદ્વાનોએ-આચાર્યોએ હરિભદ્રસૂરિનું અને તેમની સમરાદિત્ય કથાનું સન્માનપૂર્વક સંસ્મરણ કર્યું છે -
શક સંવત-૭૦૦, વિક્રમ સંવત-૮૩૫માં ઉદ્યોતનાચાર્યે અપરનામ “દાક્ષિણ્ય ચિન સૂરિએ રચેલી ૧૩OO૦ શ્લોક પ્રમાણ પ્રાકૃત કુવલયમાલાકથાના પ્રારંભમાં ‘ભવવિરહ' નામાંકિત કવિની સમરમૃગાંકા (મરચંદ્રા) પ્રસ્તુત કથાનું સંસ્મરણ કર્યું છે -
"जो इच्छइ भव-विरहं को न वंदए सुयणो ? ।
સમયસયસત્વગુરુનો, સમરમિયંવદા નH ” ભાવાર્થ : જે ભવના વિરહને (મોક્ષને) ઇચ્છે છે, તે કર્યો સુજન “ભવવિરહ” (હરિભદ્રસૂરિ)ને વંદન કરતો નથી ? સિદ્ધાંતના સેંકડો શાસ્ત્રોના જે ગુરુની સમરમિયંકા કથા પ્રસિદ્ધ છે. વિશેષ માટે જુઓ “અપભ્રંશ કાવ્યત્રયી” ગા.ઓ.સિ. નં.૩૭ની સં, ભૂમિકા, ત્યાં પ્રા. કુવલયમાલા કથાનો તથા તેમાંની ૧૮ દેશભાષાઓનો પરિચય અમે વિસ્તારથી ઈ.સન- ૧૯૨૭માં દર્શાવ્યો છે.
વિ.સં. ૯૯૨માં ૧૬000 શ્લોક-પ્રમાણ સં. ઉપમિતિ ભવપ્રપંચા-કથા રચનાર કવિકુંજર સિદ્ધર્ષિએ પોતાના ઉપકારી હરિભદ્રસૂરિ માટે જણાવ્યું છે કે :
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org