________________
૨૦
ध्यानशतकम् છે. સારા સમાચાર માસ સસ સસસ સસસસ સસસ સસ
આ રીતે જોવામાં આવે તો ધ્યાનયોગનું જો કોઈ ફળ હોય તો તે સમતા અને વૃત્તિસંક્ષય છે, બીજી ભાષામાં કાયોત્સર્ગ છે, અગર તો સમાધિ છે. પણ જે ધ્યાનનું ફળ સમતા, વૃત્તિસંક્ષય, કાયોત્સર્ગ કે સમાધિ ન હોય અને માત્ર ઈહલૌકિક-પારલૌકિક ભૌતિક સુખ મેળવવા માટે જ જે ધ્યાન કરવામાં આવે છે, તે ધ્યાનને યોગ તરીકે શાસ્ત્રકારોએ ગણતરીમાં લીધેલ નથી કે એવા ધ્યાનને પ્રશસ્ત ધ્યાનરૂપે માન્યતા પણ આપેલી નથી. આ જ વાતને સ્પષ્ટ કરતાં શ્રી સૂયગડાંગસૂત્ર નામના દ્વિતીય અંગ આગમ સૂત્રમાં તથા તેના આધારે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગુરુતત્ત્વવિનિશ્ચયગ્રંથના પ્રથમ ઉલ્લાસમાં જણાવ્યું છે કે,
સૂયગડાંગસૂત્રમાં મનભાવતા ભોજન આરોગનારા અને ચારિત્રનો અભ્યાસ નહિ કરનારાઓનું ધ્યાન માંસાર્થી જીવોના માછલાના ધ્યાનની જેમ અશુભ જ હોય છે.
ગામ-ક્ષેત્ર-ઘર-ગાય-નોકરો વગેરેનો પરિગ્રહ રાખનારાઓને અને ત્રણે ગારવમાં રસિક આત્માઓને શુભધ્યાન ક્યાંથી સંભવે અર્થાત્ શુભધ્યાન સંભવી શકતું જ નથી.
ગૃહસ્થોને પોતાના બનાવવામાં રક્ત અને અશુભ આહાર, અશુદ્ધ વસતિ વગેરેનું સેવન કરનારા પાસસ્થાઓનું પણ ધ્યાન આર્ત-રૌદ્ર સ્વરૂપ હોવાથી નિચ્ચે દુર્ગતિનું કારણ થાય છે.
પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિષયો ભોગવનારાઓને શુભધ્યાન સંભવતું નથી. આથી, વિષયોથી વિરક્ત, સર્વ આશ્રવથી નિવૃત્ત થનારા અને અપરિગ્રહી આત્માઓને જ નિસર્ગથી ધર્મ-શુક્લ ધ્યાન સંભવી શકે છે.”
આમ છતાં જેઓ યમ-નિયમાદિનું પાલન કરતાં નથી, પોતાની ભૂમિકાને અનુરૂપ યથાશક્તિ અનશન આદિ દશ તપમાં પ્રયત્નશીલ બનતા નથી તથા સ્વભૂમિકાનુસાર ઔચિત્ય, અણુવ્રતો-મહાવ્રતો વગેરેનું પાલન કરતા નથી તેઓમાં ધ્યાનયોગ પ્રગટતો જ નથી. ઉલટું તેઓ માત્ર પોતાના આત્માની વિડંબના જ કરી રહ્યા છે. માટે જ યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞશ્રીજી જણાવે છે કે, “વિના સમત્વમળે ધ્યાને સ્વાત્મા વિયેતે !” સમતા પામ્યા વિના માંડેલા ધ્યાનથી આત્માની વિડંબના થાય છે. ધ્યાનની આ મહત્તા છે. એથી જ ધ્યાતાના ગુણો વર્ણવતાં કલિકાલસર્વજ્ઞશ્રીજીએ યોગશાસ્ત્ર મહાગ્રંથના સાતમા પ્રકાશમાં કહ્યું છે કે,
પ્રાણત્યાગ થાય તો પણ સંયમધુરાને જે છોડતા નથી, અન્ય જીવને પણ જે આત્મવત્ નિહાળે છે, આત્મસ્વરૂપથી જે ચલાયમાન થતા નથી, ઠંડી-પવન-ગરમી વગેરે વડે જે ઉપતાપને પામતા નથી, યોગરૂપી १. इट्ठ विसयाणुगाण य, झाणं कलुसाहमं विणिद्दिटुं । सूअगडे मंसट्ठिअ-जीवाणं मच्छझाणं व ।।६१ ।।
घरखित्तनयरगोउलदासाईणं परिग्गहो जेसिं । गारवतियरसिआणं, सुद्धं झाणं कओ तेसिं ।।२।। गिहिदिसबंधरयाणं, असुद्धआहारवसइसेवीणं । पासत्थाणं झाणं, नियमेणं दुग्गइनियाणं ।।६३ ।। विसयविरत्तमईणं, तम्हा सव्वासवा णियत्ताणं । झाणं अकिंचणाणं, णिसग्गओ होइ णायव्वं ।।६४ ।। २. अमुञ्चन् प्राणनाशेऽपि संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन् स्वस्वरूपापरिच्युतः ।।२।।
उपतापमसंप्राप्तः शीतवातातपादिभिः । पिपासुरमरीकारि योगामृतरसायनम् ।।३।। रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वनिर्लेपः सर्वकर्मसु ।।४।। विरतः कामभोगेभ्यः स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहूदनिर्मग्नः सर्वत्र समतां श्रयन् ।।५।। नरेन्द्रे वा दरिद्रे वा तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं भवसौख्यपराङ्मुखः ।।६।। सुमेरुरिव निष्कम्पः शशीवानन्ददायकः । समीर इव निस्सङ्गः सुधीर्ध्याता प्रशस्यते ।।७।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org