________________
સંપાદકીય
१२
શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રગટે છે, કોઈપણ દ્રવ્યના ઉત્પાદ વગેરેને આશ્રયીને અનેક પર્યાયોમાંથી માત્ર એક જ પર્યાયની વિચારણાથી એકત્વવિતર્કઅવિચાર નામનો બીજો પાયો પ્રગટે છે, યોગનિરોધ અવસ્થાકાળમાં સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ નામનો ત્રીજો પાયો પ્રગટે છે તથા અયોગ નામક ચૌદમા ગુણસ્થાનકે બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ નામનો ચોથો પાયો પ્રગટે છે.
આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ શુભધ્યાનના મુખ્યત્વે ચાર-ચાર ભેદો જણાવવામાં આવ્યા છે. વિવિધ ગ્રંથોમાં વિપક્ષભેદે બતાવેલા મોક્ષસાધક અસંખ્યાતા યોગો પણ સરવાળે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં જ સમાતા હોવાથી એના અસંખ્યાતા ભેદો પણ સંભવી શકે છે.
આ ચારે ધ્યાનનું ફળ જોવા જઈએ તો જીવ આર્તધ્યાનથી તિર્યંચગતિ પામે છે, રૌદ્રધ્યાનથી નરકગતિ પામે છે, ધર્મધ્યાનથી (મનુષ્યગતિ અને) દેવગતિ પામે છે, શુક્લધ્યાનના પ્રથમ પાયાથી દેવગતિને પામે છે, શુક્લધ્યાનના બીજા પાયાથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે, શુક્લધ્યાન ત્રીજા પાયાથી યોગનિરોધ અવસ્થા કરી ચૌદમું ગુણસ્થાનક પામે છે અને શુક્લધ્યાનના ચોથા પાયા વડે જીવ સિદ્ધિગતિને પામે છે.
આત્માની અધોગતિ અને ઉર્ધ્વગતિમાં ધ્યાનનું આવું સામર્થ્ય હોવાથી દુર્ગતિથી કે સંસારથી બચવા અને સદ્ગતિ કે મોક્ષ પામવા આર્તધ્યાન વગેરે ચાર ચાર ધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી સમજવું અને અશુભ ધ્યાનને તજી શુભધ્યાનને અપનાવવું અતિ આવશ્યક છે. વળી, સાધુપણાના દૈનિક અતિચારમાં, પગાસક્ઝાયસૂત્રના વિમાન પરિં દિં - ગvi
vi, of ફાઇvi, ઘvi ફાઇvi, સુવvi ફા ” સૂત્રમાં અને શ્રાવકોના પાક્ષિક અતિચારમાં, શ્રાવકોના બાર વ્રતો પૈકીના આઠમાં અનર્થદંડ વ્રતમાં, તપાચારના અતિચારમાં ચારે ધ્યાનની રજૂઆત કરીને ન કરવા જેવાં અશુભ-ધ્યાન કર્યા હોય કે થયાં હોય અને કરવા જેવાં શુભધ્યાન ન કર્યો હોય તેની માફી માંગવામાં આવે છે અને તેનાથી પાછા ફરવાનું પ્રણિધાન કરવામાં આવે છે. થયેલી ભૂલોની નિંદાગહ, થઈ રહેલ ભૂલો પર રોક અને ભાવી ભૂલોની સંભાવનાઓને ખતમ કરવા માટે પ્રત્યાખ્યાન, નિયમ કે અભિગ્રહ એમ ત્રિપાંખીયો સાધના માર્ગ અપનાવવામાં આવે છે.
આગળ વધીને અધ્યાત્મ-ભાવના-આધ્યાન-સમતા અને વૃત્તિસંક્ષય નામના પાંચ યોગોમાં પણ સૂરિપુરંદર-ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગબિંદુગ્રંથમાં ‘આધ્યાન' યોગ નામે ધ્યાનયોગની જ વ્યાખ્યા કરી છે. ધ્યાનયોગ દ્વારા જ સમત્વ ભાવ પ્રગટે છે અને એનાથી જ બાહ્ય-અભ્યતર વૃત્તિઓનો ક્ષય થઈ આત્મા કેવલજ્ઞાન અને મોક્ષસુખનો ભાગી બને છે એમ જણાવ્યું છે.
આગમાદિ ગ્રંથોમાં બાર પ્રકારના તપનું વર્ણન જોઈએ તો એમાં પહેલાં છ પ્રકારના બાહ્યતાનું વર્ણન કર્યા બાદ છ પ્રકારના અત્યંતરતપનું વર્ણન કરવામાં આવ્યું છે. એક પછી એક એમ બારે તપ ચઢિયાતા પ્રભાવવાળા છે. આ બાર તપોમાં ધ્યાનનો સમાવેશ અગિયારમા તપ તરીકે અને કેટલાક ગ્રંથકારોની વિરક્ષા મુજબ બારમા તપ તરીકે કરાયો છે. આ ઉપરથી પણ ધ્યાનની મહત્તા સમજાય તેવી છે.
મહર્ષિ પાતંજલીએ યોગનાં આઠ અંગો જણાવ્યાં છે. ૧-યમ, ૨-નિયમ, ૩-આસન, ૪-પ્રાણાયામ, ૫પ્રત્યાહાર, ૯-ધારણા, ૭-ધ્યાન, ૮-સમાધિ. અહીં પણ યમ-નિયમ વગેરે યોગના છ અંગો જેણે સિદ્ધ કર્યા છે તે સાધકને ધ્યાન માટે યોગ્ય ગણ્યો છે. છેવટે પ્રથમ છ અંગોમાં જે સાધક પ્રયત્નશીલ છે તે સાધક ધ્યાન માટે પ્રયત્ન કરે તે ઉચિત જણાવવામાં આવ્યું છે. અહીં ધ્યાનના ફળ તરીકે સમાધિ જણાવવામાં આવી છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org