________________
१८
ध्यानशतकम्
મને કોઈપણ પ્રતિકળ સંયોગો ન મળવા જોઈએ, કદાચ પ્રતિકુળ સંયોગો મળ્યા હોય તો એ જલ્દી ચાલ્યા જવા જોઈએ, ફરી એવા સંયોગો મારા જીવનમાં ક્યારેય ન આવવા જોઈએ, પછી તે પ્રતિકૂળતા વ્યક્તિરૂપે હોય, વસ્તુરૂપે હોય કે સંયોગરૂપે હોય. આ અનિષ્ટવિયોગપ્રણિધાન નામનું આર્તધ્યાન છે.
મારું શરીર સાજું-નરવું રહેવું જોઈએ, મને એક પણ રોગ ન થવો જોઈએ, થાય તો એ ક્યારે અને કેવી રીતે જાય તેની ચિંતા કરવી, ભવિષ્યમાં ન થાય તેની અનાગત ચિકિત્સા કરવી. આ રોગચિંતા નામનું આર્તધ્યાન છે.
મને બધી અનુકૂળતાઓ મળવી જ જોઈએ, મને મળેલી અનુકૂળતાઓ કાયમ માટે ટકવી જ જોઈએ, પછી તે અનુકૂળતા વ્યક્તિરૂપે હોય, વસ્તુરૂપે હોય કે સંયોગરૂપે હોય. આ પ્રકારનું ચિંતન, ભાવના, ધ્યાન કે અનુપ્રેક્ષા એ ઈષ્ટસંયોગપ્રણિધાન નામનું આર્તધ્યાન છે અને
મને મારા કરેલા ધર્મના પ્રભાવે પરલોકમાં સુખ-સમૃદ્ધિ મળી રહેવી જોઈએ, દેવ-દેવેન્દ્ર ચક્રવર્તીપણાનાં સુખો મળવાં જોઈએ, મળેલી સુખ-સમૃદ્ધિ ટકવી જોઈએ. એને માટે કરેલા ધર્મને વેચવાની ભાવના તે નિદાન નામનું આર્તધ્યાન છે.
આ આર્તધ્યાન જ જ્યારે વધુ ઘેરું બને, હિંસક વળાંક લે ત્યારે એ રૌદ્રધ્યાનને ખેંચીને લાવે છે. એના પણ ચાર પાયા ભેદ છે. ૧-હિંસાનુબંધી રૌદ્રધ્યાન, ૨-મૃષાનુબંધી રૌદ્રધ્યાન, ૩-સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન અને ૪-વિષયસંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન. તે પૈકી હિંસાની પરંપરા ઊભી કરનાર ધ્યાનને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે, અસત્યભાષણની પરંપરાને ઊભી કરનાર ધ્યાનને મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે, ચોરીની પરંપરાને ઊભી કરનાર ધ્યાનને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે અને વિષય સામગ્રીના સંરક્ષણવૃત્તિની પરંપરાને ઊભી કરનાર ધ્યાનને વિષયસંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન કહેવાય છે.
જેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સ્વરૂપ અશુભધ્યાનના મુખ્યત્વે ચાર-ચાર ભેદો જણાવેલ છે. તેમ આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક આગમમાં વિવક્ષાભેદે અશુભધ્યાનને ૬૩ પેટાભેદોમાં અવતારી અશુભધ્યાનનું વ્યવહારિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક આગમને અનુસરી ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં પણ આ જ ૬૩ ભેદોની સ્પષ્ટતા કરવામાં આવી છે.
જ્યાં સુધી આત્માનો ઢાળ સંસાર કે સંસારના ઉપાયોથી દૂર હટે નહિ ત્યાં સુધી આત્મામાંથી આર્તધ્યાન કે રૌદ્રધ્યાન હટી શકતું નથી અને ધર્મધ્યાન કે શુક્લધ્યાનરૂપ શુભધ્યાનના પણ ચાર ચાર પાયા ભેદો છે.
તેમાં ૧-આજ્ઞાવિચય, ૨-અપાયરિચય, ૩-વિપાકવિચય અને ૪-સંસ્થાનવિચય. આ ચાર પાયા ધર્મધ્યાનના છે. પરમાત્માની આજ્ઞાનું ચિંતન કરવું તે આજ્ઞાવિચય, રાગ-દ્વેષ-કષાય-આશ્રવ વગેરેમાં પ્રવર્તવાથી આલોક અને પરલોકમાં દુઃખ ઉત્પન્ન થાય છે વગેરે વિચારણા કરવી તે અપાયરિચય, પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ-રસના ભેદથી યુક્ત કર્મના ફળનું ચિંતન કરવું તે વિપાકવિચય અને પરમાત્માએ કહેલ જીવાદિ દ્રવ્યોની લક્ષણસંસ્થાન-ભેદ વગેરેથી યુક્ત વિચારણા કરવી તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે.
આ ધર્મધ્યાન જ્યારે ઉત્કૃષ્ટપણાને પામે છે ત્યારે તેમાંથી શુક્લધ્યાન પ્રગટ થાય છે. જેના પણ ચાર ભેદ છે. ૧-પૃથકત્વવિતર્કસવિચાર, ૨-એકત્વવિતર્કઅવિચાર, ૩-સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ અને બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ. કોઈપણ એક દ્રવ્યના ઉત્પાદ વગેરેને આશ્રયીને અનેક પર્યાયોના ચિંતનથી પૃથકત્વવિતર્કસવિચાર નામનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org