________________
સંપાદકીય
२१ » અ ર ર ર
ર ર ર રે અમૃત રસાયણ પીવાની ઈચ્છાવાળા હોય, રાગાદિભાવો જેને સ્પર્શતા ન હોય, ક્રોધાદિ કષાયો વડે જે અદૂષિત હોય, મનને આત્મભાવમાં જ રમાડનાર હોય, સર્વ ક્રિયાઓમાં નિઃસ્પૃહ હોય, કામ-ભોગોથી વિરત હોય, પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ હોય, સંવેગરૂપી સરોવરમાં ડૂબેલ હોય, સર્વત્ર સમભાવનો આશ્રય કરનાર હોય, રાજા હોય કે રંક હોય દરેકની એકસરખી કલ્યાણ કરવાની ભાવનાવાળા હોય, અમાત્ર કરૂણાપાત્ર હોય, ભવસુખથી અવળામુખવાળા હોય, મેરૂ પર્વતની જેમ નિષ્પકંપ હોય, ચંદ્રની જેમ આનંદ આપનાર હોય, પવનની જેમ સંગરહિત હોય સન્માર્ગગામી બુદ્ધિવાળા હોય તે જ ધ્યાતા પ્રશંસાને યોગ્ય છે.”
યોગશાસ્ત્રના પહેલાથી ચોથા પ્રકાશમાં જણાવેલી સાધનાને આત્મસાત્ કરીને જે સાધકે ધ્યાતા માટેના આટલા ગુણો કેળવ્યા હોય તે જ આત્મા ધ્યાન કરવા માટે યોગ્ય લાયક) છે.
આ રીતે અનેકદર્શનોમાં, અનેક શાસ્ત્રોમાં, મોક્ષસાધક દરેક યોગોમાં ધ્યાનને આગવું સ્થાન આપી તેની મહત્તા સ્થાપિત કરવામાં આવી છે પણ જો આર્તધ્યાન આદિ ચારે ધ્યાનોને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક સમજવામાં ન આવે તો મોક્ષની સાધના સફળ બની શકતી નથી.
સહેજે પ્રશ્ન ઉઠે કે આ ચારે ધ્યાનનું વિસ્તારથી, ઉડાણથી સ્વરૂપ સમજાવતો ગ્રંથ કર્યો ? તેના ઉત્તરરૂપે દરેક મહાપુરુષોની નજર સમક્ષ એક જ ગ્રંથ તરવરી ઉઠે છે, જેનું નામ છે “ધ્યાનશતક'. આ મહાગ્રંથ સમર્થશાસ્ત્રકારશિરોમણિ ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચૌદપૂર્વધર મહર્ષિ ભગવાનું ભદ્રબાહુસ્વામી મહારાજા રચિત આવશ્યકનિર્યુક્તિની વ્યાખ્યામાં શાસ્ત્રાંતર સ્વરૂપે ઉદ્ધત કરેલ છે. આ ધ્યાનશતકના રચયિતા તરીકે શ્વેતાંબરાગ્રણી–ત્રીશમા યુગપ્રધાન પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજા સમગ્ર જૈન શાસનમાં પ્રખ્યાતિને પામેલા છે. કેટલાક વિદ્વાનો આ ગ્રંથને અન્ય આચાર્યની કૃતિ તરીકે ઉલ્લેખ છે. જેનું સાધાર નિરાકરણ પ્રસ્તાવનામાં સમાવેલ “શ્રમણ' માસિકના લેખ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં જે રીતે ચારે ધ્યાનનો વિસ્તાર ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે તેવો વિસ્તાર અન્ય ગ્રંથોમાં નહીવત્ છે. દિગંબર આચાર્યોએ પણ પરવર્તી કેટલાયે ગ્રંથોમાં આ ગ્રંથની ગાથાઓનો બહુમાનપૂર્વક સમાવેશ કરેલો જોવા મળે છે.
આ ધ્યાનશતક ગ્રંથનું માહાસ્ય એટલું બધું છે કે, “સંબોધપ્રકરણ” ગ્રંથમાં ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ સંપૂર્ણ ગ્રંથગાથાને સ્થાન-માન આપ્યું છે. અનેક સૂરિવરોએ પોતપોતાના ગ્રંથોમાં ધ્યાનશતકની ગાથાઓને યત્ર તત્ર ટાંકીને એની પ્રમાણિકતા પર અપાર અહોભાવ વ્યક્ત કર્યો છે. નવાંગી વૃત્તિકાર પૂ.આ.શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ પણ આગમોની ટીકામાં સાક્ષી તરીકે આ ગ્રંથની ગાથાઓને ઉદ્ધત કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ યોગશાસ્ત્રની પોતાની સ્વોપજ્ઞ ટીકામાં ધ્યાનશતકની કેટલીયે ગાથાઓ પ્રમાણભૂત આધાર ગ્રંથ તરીકે ઉલ્લેખી છે. તો અધ્યાત્મસાર'ના ધ્યાનાધિકારમાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ સંસ્કૃતમાં ધ્યાનશતકનો સમવતાર કર્યો છે. “દર્શનરત્નરત્નાકર” ગ્રંથમાં તો સંપૂર્ણ ધ્યાનશતક ગ્રંથને ક્રમિક અલંકારિક છતાં સરળ સંસ્કૃત ગદ્યભાષામાં ઢાળવામાં આવ્યો છે. તો મૂળ આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભાવવિજયજી મહારાજાએ આ સંપૂર્ણ ગ્રંથના પદાર્થોને ગુજરાતી ગેય પદ્યોમાં ઢાળરૂપે ઢાળ્યા છે. તો વળી, સંવેગી શિરોમણિ ન્યાયાભાનિધિ પૂજ્ય આ શ્રી.વિ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org