________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૭૧
હતા. ક્યારેક આરીસાભુવનકશીશમહેલમાં પોતાની સાજસજાવટ માટે ગયા હતા. ત્યારે “ભાવધર્મને પ્રભાવે જ કેવલજ્ઞાન
પામ્યા હતા. ૧૪૧. ગૃહસ્થ ઈલાપુત્ર (પોતાનાં વ્યવસાયને કારણે નટ તરીકે)
વાંસની ટોચે ચઢી ગયા હતા. ત્યાંથી નજર સામે પડતાં ઘરમાં આવેલા અને સંયમ જાળવીને ગોચરી વહોરતા મુનિવરને
જોઈને...ભાવધર્મ ભાવતાં ભાવતાં કેવલજ્ઞાની થયા. ૧૪૨. નર્તકીનાં રોગને કારણે આષાઢાભૂતિ (પૂર્વ અવસ્થામાં) મુનિ
(હતા. તેઓ) ભરત મહારાજાનું નાટક ભજવતા હતા. અને (તે વખતનો) ભાવધર્મ (હૈયામાં સ્પર્શી જવા)થી તેમને કેવલજ્ઞાન
ઉત્પન્ન થયું. ૧૪૩. વાસ્તવમાં (દ્રવ્યસ્તવ=) દ્રવ્યધર્મ કરતાં (ભાવસ્તવ)=ભાવધર્મ જ
ઘણો પ્રબળ છે (દ્રવ્યસ્તવ=)દ્રવ્યધર્મ જો “સરસવ” જેવડો છે, તો ભાવસ્તવ=ભાવધર્મ “મેરુ જેવડો છે.– આમ (દ્રવ્યસ્તવ=)
દ્રવ્યધર્મમાં અને (ભાવસ્તવ=)ભાવધર્મમાં ઘણું અંતર-તફાવત છે. ૧૪૪. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ (દ્રવ્યસ્તવ=)દ્રવ્યધર્મ(ના પાલનથી જીવ)
અશ્રુત = ૧૨માં દેવલોક સુધી જ જાય છે અને (ભાવસ્તવ)
ભાવધર્મથી એક અન્તમુહૂર્તમાં નિર્વાણ પામી જાય છે. | કુર્માપુત્રને થયેલ કેવલજ્ઞાનની ખબર કઈ રીતે પડે છે? ૧૪પ-૧૪૭. આ મનુષ્ય ક્ષેત્રમાં = અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ હોય
છે. તેમાં ભરતક્ષેત્રા જેવડા ૩૨૪૫ = ૧૬૦ વિજય (મહાવિદેહમાં ક્ષેત્રો) હોય છે, તેમાં પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરવતક્ષેત્ર ઉમેરતાં ૧૭૦ ક્ષેત્રોમાંથી કોઈકમાં છે–આ ૧૭૦ ક્ષેત્રોમાં કોઈક એક વાર તીર્થકરભગવંતો વિચરતા જ હોય છે. આ આડ વાત એટલા માટે કહી કે હવે “કૂર્માપુત્રને કેવલજ્ઞાની
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org