________________
૭૨
કૂર્માપુત્રચરિત્ર
તરીકે’ જાહેર કરવા માટે મહાવિદેહથી ચારણમુનિઓ આવવાના છે. તે ઘટના હવે રજૂ થાય છે.
૧૪૮.જંબુદ્રીપનાં મહાવિદેહક્ષેત્રમાં મંગલાવતી નામના પ્રસિદ્ધ વિજયમાં, ધન-ધાન્યથી ભરપૂર, સુંદર એવી રત્નચંસયા નામની નગરી છે.
૧૪૯. તે વિજયમાં (પોતાના તેજથી સૂર્યનો પણ વિજય કરી રહ્યા હોય તેમ.) સૂર્યથી પણ વધુ પ્રતાપી અને ૬૪ હજાર નારીઓનો નાથ. દેવાદિત્ય નામનો ચક્રવર્તી રાજા રાજ્ય ભોગવે છે, રાજસુખ ભોગવે છે.
૧૫૦. કોઈ એક દિવસે ‘જગદુત્તમ’ નામનાં તીર્થંકર ભગવાન તે નગરીનાં ઉદ્યાનમાં પધાર્યા. આ ઉદ્યાનમાં શ્રેષ્ઠ અને પ્રધાન = (ફળ ઔષધ-ઉપયોગીપણાને કારણે) મહત્ત્વનાં તરુનિકુંજ હતા. ૧૫૧.વિમાનવાસી, જ્યોતિષી, ભવનપતિ અને (વાણ=) વ્યંતર દેવોએ પોત પોતાનાં અધિકાર પ્રમાણે રત્ન, સુવર્ણ અને રજતથી બનેલ ત્રણ ગઢ (ત્રિગડુ) = રમણીય સમવસરણની રચના કરી. ૧૫૨. સૂર્યનાં આગમનથી ચક્રવાક પક્ષીની જેમ, ચક્રવર્તી જિનેશ્વરનાં આગમનને સાંભળીને પ્રસન્ન મનપૂર્વક સપરિવાર વંદન માટે
આવ્યા.
૧૫૩. જિનેશ્વરભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને, વંદન કરીને, બે હાથ જોડીને ચક્રવર્તી પોતાને યોગ્ય સ્થાને બેઠા.
૧૫૪. ત્યા૨પછી પ્રભુ ભવસમુદ્રને તરવા માટે એકમાત્ર નાવ = નૌકા રૂપ બનતી સુધાસમાન વાણીથી ભવ્યજનોને ધર્મ કહે છે. જેમ કે—
૧૫૫. હે ભવ્યજીવો ! તમે સાંભળો—(જીવની ‘ભવભ્રમણ’ની વાર્તા-) આ જીવ નિગોદ (=જ્યાં દરેક જીવો શરૂઆતથી જ તીવ્ર મોહ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org