________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૬૯ ૧૨૨. બંદિજનોનાં ટોળેટોળા બિરદાવલીઓ ગાય છે. (કલામાં) ચતુર
= કલાકારોનો સમૂહ આનંદ કરે છે. શ્રેષ્ઠ નારીઓ અતિસુંદર
નૃત્ય કરે છે...!! ૧૨૩. માતા પિતાએ–માતાને ધર્મ સાંભળવાની ઇચ્છા = દોહદ થયેલ
એટલે (તે પુત્રરત્નનું) “ધર્મદેવ' એવું ગુણ-ગરવું યથાર્થ નામ
પાડ્યું. ૧૨૪. અને લાડમાં એને “કુર્માપુત્ર બીજા હુલામણા નામથી બધા
બોલવતા. આથી તેના બે સાર્થક નામો હતા. ૧૨૫. પાંચ ધાવમાતાઓ કુમારને હાથોહાથ લઈને પોતપોતાનાં
ખોળામાં બેસાડીને (રમાડતી હતી) આમ બધી ધાવમાતાઓને
વહાલો થયો હતો. ૧૨૬. (યોગ્ય સમયે) પાઠશાળામાં જઈને તે સ્વબુદ્ધિથી બોતેર કલા
ભણી લે છે. તેમાં અધ્યાપકો માત્ર સાક્ષીરૂપ જ હતા. ૧૨૭. પરંતુ કૂર્માપુત્રે પૂર્વનાં દુર્લભકુમારનાં ભાવમાં નાના ચેટ-બાળકો
ને બાંધવાનું કે ઉછાળવાનું કર્મ કર્યું હતું. તેથી આ ભવમાં બે
હાથનાં શરીર વાળો વામન = ઠીંગણો થયો. ૧૨૮. આમ છતાં નિરુપમ રૂપ-ગુણ ને કારણે, યુવતીઓનાં મનને
મોહી લેતો મુગ્ધ બનાવતો અને સૌભાગ્યવંત અને ભાગ્યવંત તે
યુવાન બન્યો. ૧ર૯ યૌવનમાં તો બધાને વિષય વિકારો થતા હોય છે છતાં કૂર્માપુત્ર
કુમાર તો તત્ત્વને જાણતો હોવાથી વિષય વિરક્ત છે. ૧૩૦. વિષયો એ તો હરિ-હર-બ્રહ્મા વગેરે બધા દેવોને પણ હરાવ્યા છે,
પોતાને વશ કર્યા છે, એટલે જ કૂર્મપુત્ર તો ધન્ય છે કારણ તેણે તો વિષયોને વશ કર્યા છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org