________________
૬૮
કુર્માપુત્રચરિત્ર ૧૧૪. તે દીક્ષા, “દીક્ષા’ નથી, તે ભિક્ષા “ભિક્ષા નથી, તે દાન “દાન
નથી, તે તપ “તપ” નથી, તે ધ્યાન ધ્યાન નથી, તે મૌન “મૌન”
નથી કે જે (દીક્ષા વગેરે)માં દયા નથી. ૧૧૫-૧૧૮. તે (દયાવિહીન ધર્મનિરૂપણ)થી ખિન્ન થયેલી રાણીને
જોઈને રાજાએ મહાગુણવંત જૈનાચાર્યને બોલાવ્યા. તેઓ “જિનસિદ્ધાંતનાં તત્ત્વોનો સાર ધર્મરૂપે પ્રરૂપિત કર્યો. કે છે જીવનિકાયનું પાલન જ ધર્મ છે. માટે (જૈન શ્રમણને પાળવાનાં પાંચ) મહાવ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ (હિંસા-ત્યાગ) પ્રથમ વ્રત છે–આ જ વાત દશવૈકાલિકસૂત્રમાં દર્શાવી છે–તેમાં આ પ્રથમ સ્થાન શ્રમણ ભગવાન મહાવીરદેવે દર્શાવ્યું છે. નિપુણ (સૂક્ષ્મતાથી) સર્વ જંતુ-પ્રાણીમાં પ્રત્યે આચરેલી અહિંસા જ સંયમ છે.” ઉપદેશમાલામાં પણ શ્રીધર્મદાસજીગણિ આ જ વાત રજૂ કરે છે કે–જો ષજીવનિકાયની દયા વગરનો હોય તો તે સાધુ પણ નથી કે ગૃહસ્થ = શ્રાવક પણ નથી, જે યતિધર્મથી ચૂકે
છે તે ગૃહસ્થ ધર્મથી પણ ચૂકે છે. ૧૧૯. આમ મુનિવરનાં–મેઘગર્જના સમાન વચન (=વાણી) સાંભળીને
રાણીનો મનમયૂર ઘણો ઉલ્લાસ હર્ષ-આનંદ પામ્યો. / કૂર્માપુત્રનો જન્મ, કર્મદોષથી વામન હોવું, પૂર્વનાં સંસ્કારથી વૈરાગ્ય || ૧૨૦. દિવસો પૂરાં થતા, દોહલાઓ સફળ થતાં દેવી શુભ દિવસે, શુભ
લગ્ન સમયે પુત્રરત્નને જન્મ આપે છે. ૧૨૧. તે (પુત્ર જન્મ) અવસરે–મોટો ઉત્સવ થાય છે. ત્યાં તડાતડ
તડ...તડ..વાંજિત્રો વાગવા માંડયા છે, એનો ગડ-ગડાટ આકાશમાં ગાજે છે. શ્રેષ્ઠ માંગલિક ભરી-ભૂંગળનાં શબ્દો સંભળાય છે નફેરી (નગારું)નાં નવા નવા નાદ ગાજે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org