________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદિવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૬૭ ૧૦૪. હે દેવિ ! નવ માસ અને સાડા સાત દિવસે પૂરાં થતાં, તમે
જગનાં નેત્ર સમાન (જગતને પોતાનાં) નેત્રની જેમ (પ્રિય) ઘણા
ગુણવાળા લક્ષણવંત પુત્રને પ્રાપ્ત કરશો. ૧૦૫. આમ રાજાનાં વચન સાંભળીને પોતાના હૃદયમાં ખુશ-ખુશ થતી
રાણી રાજાની આજ્ઞા લઈ પોતાના ખંડ(રૂમ)માં ગઈ. ૧૦૬. ત્યારે જ પુણ્યશાળી એવો કુમાર દુર્લભનો જીવ દેવલોકનું આયુષ્ય
પૂરું કરીને–સરોવરમાં આવતા હંસની જેમ, કુર્માદેવીનાં કુક્ષિમાં
આવ્યો. ૧૦૭. રત્નથી જેમ રત્નની ખાણ શોભે, મોતોથી જેમ છીપ શોભે, તેમ
તે ગર્ભથી રાણી સૌભાગ્યને ધારણ કરે છે. ૧૦૮. ગર્ભમાં આવેલ જીવ)નાં પ્રભાવે શુભ પુણ્યનો ઉદય થવાથી
રાણીને પરમ સૌભાગ્યવંત એવો ધર્મ-આગમ શ્રવણનો દોહલો
(=ગર્ભમાં જીવ જેવો હોય તેવી ઈચ્છા માતાને થાય છે) થયો. ૧૦૯ તેથી રાજાએ કૂર્મારાણીને ધર્મશ્રવણ થાય એ માટે નગરમાં
પદર્શનનાં જ્ઞાની પુરુષોને બોલાવ્યા. ૧૧૦.તે દર્શનશાસ્ત્રનાં જ્ઞાની પુરુષો સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક
મંગલ (શુભકાર્ય માટે દહી ખાવું વગેરે શુભ કાર્યો કરીને, પોત
પોતાના ધર્મગ્રંથો લઈને રાજભવનમાં પહોંચ્યા. ૧૧૧. અને રાજાને આશીર્વાદ આપે છે, રાજા એમને માન-સન્માન
આપે છે, પછી ભદ્રાસન–સુખાસન ઉપર બેસીને પોતપોતાનો
ધર્મ જણાવે છે. ૧૧૨. ત્યારે બીજા બધાનો હિંસાદિ યુક્ત ધર્મ સાંભળીને જિનધર્મરાગી
દેવી ખૂબ ખિન્ન થઈ ગઈ. કારણ કે૧૧૩. દાન આપો, મૌન રાખો, વેદ વગેરે ભણો, દેવ વગેરેનું ધ્યાન ધરો,
પરંતુ જો ‘દયા’ (નું પાલન કરતાં) નથી તો બધું નિષ્ફળ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org