________________
૫૬
કૂર્માપુત્રચરિત્ર
ઇન્દ્રભૂતિ ! આશ્ચર્ય જનક એવું કૂર્માપુત્રનું ચરિત્ર મને પૂછે છે. તો મન એકાગ્ર કરીને સાંભળ (હવે હું બધું કહું છું.)
-
।। ‘કૂર્માપુત્ર’ ચરિત્ર પ્રારંભ ઃ- પૂર્વભવમાં દુર્લભ રાજકુમાર ॥ ૯-૧૦. જંબુદ્રીપ નામના દ્વીપમાં—ભરતક્ષેત્રમાં, મધ્યખંડ (-મધ્યમાં આવેલ ભૂમિખંડ)માં દુર્ગમપુર નામનું વિશ્વશ્રેષ્ઠ નગર છે. ત્યાં દ્રોણ નામનાં રાજા છે. તેમના (સમૃદ્ધિ અને સૈન્યબળથી સર્જાયેલ સત્તા વર્ચસ્વ=) પ્રતાપથી સૂર્ય પણ ઝાંખો પડી ગયો છે—શત્રુઓ નાશ પામ્યા હતા, આથી રાજ્ય નિષ્કંટક–નિરુપદ્રવ બની ગયું હતું. ૧૧. શંકરને પાર્વતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તે રાજાને દ્રુમા નામે પટરાણી છે.
૧૨. તેમને દુર્લભ નામનો પુત્ર છે. અતિસુકુમાર એવો તે રૂપથી કામદેવ કરતાં ચઢિયાતો છે, ગુણિમણિનો ભંડાર છે, એટલે ઘણા લોકોનો આધાર બની ગયો છે.
૧૩. છતાં તે દુર્લભ રાજકુમાર પોતાનાં યૌવનમદ અને રાજમદને કારણે રમત-રમતમાં બીજા રાજકુમારોને એવો ઉછાળતો—ઉલાળતો કે જાણે દડાને આકાશમાં ઉછાળતો હોય.
॥ સુલોચન નામના કેવલીગુરુભગવંતનું આગમન અને દુર્લભ રાજકુમારનો પૂર્વભવ ।।
૧૪. કોઈ એક દિવસે, તે નગરનાં દુર્ખિલ નામના ઉદ્યાનમાં, સુલોચન નામના કેવલીગુરુભગવંત પધાર્યા.
૧૫. તે ઉદ્યાનમાં વિશાલ–વડવાઈઓથી ઘેઘુર એવા વડવૃક્ષની નીચે મંદિર છે. તેમાં ભદ્રમુખી નામે યક્ષિણી પહેલેથી રહેતી હતી. ૧૬. તે યક્ષિણી ભક્તિ પુર્વક પ્રણામ કરીને કેવલજ્ઞાની (હોવાથી) સંશયને દૂર કરનારા શ્રીસુલોચન ગુરુભગવંતને આ પ્રમાણે પૂછે છે-કે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org