________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર પપ
પાટો બાંધ્યો હોય તેમ એક અસ્થિપટ્ટ' પણ વીંટળાયેલ હતો (ઋષભ) આવું અસ્થિપંજર “વજ-ઋષભ-નારાચ” એવું સાર્થક શાસ્ત્રીય નામ ધરાવતું હતું. અને શરીરનાં બાહ્ય રૂપ-રંગ, તો એવા ઝગારા મારે કે એમને જોનારને એમ લાગે કે સોનાનાં ટૂકડાઓને કસેટીના પત્થર ઉપર ઘસી ઘસીને ચમકાવ્યાં હોય, (અને કેટલાકને તો એમ પણ લાગે–કે હો હો આમનું રૂપ તો જુઓ–વચ્ચેથી કાપો મૂકો અને કમલ-દલ કેવું દમકે–એવું દમકે છે.) આવા વ્યક્તિત્વનાં સ્વામિ ગૌતમગણધર–ઇન્દ્રભૂતિ હમેશા છઠ્ઠને પારણે છઠ્ઠ (બે ઉપવાસ + પારણું + બે ઉપવાસ) કરતાં હતાં. એટલે એમનો તપ-(આત્મસિદ્ધિ માટેની કઠોર સાધના) ઉગ્ર (= કર્મલને કાપવા માટે સમર્થ હતો. દીપ્ર = દેદીપ્યમાન હતોમહાન્ હતો અને ઘોર હતો, આથી તેઓ “ઘોર તપસ્વી' (એવા વિશેષણને લાયક) હતા. અને એવા તો ઘોર બ્રહ્મચારી હતા “બ્રહ્મચર્ય' (આત્મરમણતા) ધારી હતા કે શરીર (ની આળ-પંપાળ, સાજ-સજાવટ)નાં ત્યાગી હતા. (આવા અનુપમ ગુણોને કારણે) તેઓમાં સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા (સમગ્ર શરીરમાં ફેલાયેલી વિપુલ તેજોલેશ્યા સંક્ષિપ્ત =) ફેલાઈ. ૧૪ પૂર્વ અને ૪ જ્ઞાન યુક્ત હતા. તેઓનાં શિષ્ય પરિવારમાં પ૦૦ મુનિનો હતા.– આવા અપ્રતિમ મુનિવર શ્રીઇન્દ્રભૂતિ ગણધરે પૂછ્યું કે હે પ્રભુ ! કૂર્માપુત્ર કોણ છે? ગૃહસ્થ અવસ્થામાં રહેવા છતાં તેમણે કેવલજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કર્યું ? કઈ રીતે ભાવના ભાવી કે તેમને અનન્ત, અનુત્તમ વ્યાઘાત અને આવરણ વિનાનું, સંપૂર્ણ–પ્રતિપૂર્ણ એવું, માત્ર જ્ઞાનાત્મક હોવાથી શ્રેષ્ઠ એવું “કેવલ' જ્ઞાનદર્શન પ્રાપ્ત થયું ? ત્યારે શ્રમણ ભગવાન શ્રી મહાવીરે યોજનગામિની વાણીને અમૃતમાં ઝબોળી ઝબોળીને જવાબ આપ્યો કે–હે ગૌતમ !
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org