________________
૫૪
છે. તે ધર્મભેદોમાં ભાવધર્મનો પ્રભાવ ઘણો મોટો છે.
૬. કારણ કે ભાવધર્મ જ સંસારસાગરથી પાર ઉતારનાર છે. સ્વર્ગ અને મોક્ષનગરમાં જવા માટેનો માર્ગ પણ ભાવધર્મ જ છે. બીજી રીતે કહીએ તો–સ્વર્ગ અને મોક્ષને આપણી આગળ (સ્ = સરણી) સરકાવી લાવનાર ભાવધર્મ જ છે, એટલે જ ભવિકજનોનાં મનવાંછિત પૂરનાર અચિત્ત્વ ચિન્તામણિ તો ભાવધર્મ છે. ૭. જુઓ—કૂર્માપુત્ર નામના શ્રાદ્ધવર્યે સંયમ સ્વીકારેલું ન હતું. ગૃહાવસ્થામાં જ હતાં છતાં ભાવધર્મથી તત્ત્વોને જાણીને કેવલજ્ઞાન પામ્યા... !!
૮. આમ ભગવાન વર્ધમાન જિન જ્યારે ભાવધર્મનું આ રીતે મહિમાગાન કરી રહ્યા હતાં ત્યારે ગૌતમગોત્રનાં શ્રીઇન્દ્રભૂતિ નામનાં શ્રીવર્ધમાનજિનનાં પરમ અને પ્રથમ શિષ્યે સભામાં ઊભા થઈને. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને પછી વંદન કર્યા-નમન કર્યાં. (આ રીતે પ્રશ્ન પૂછવા વગેરે માટે શિષ્ય તરીકેનો વિનયધર્મ દર્શાવીને) પછી પ્રભુ શ્રીવર્ધમાનને કૂર્માપુત્ર વિષે પૂછ્યું (અહીં શ્રીગૌતમ ઇન્દ્રભૂતિ કેવા પરમશ્રમણ હતા તે દર્શાવીએ છીએ પછી કૂર્માપુત્ર વિષે પ્રભુએ જણાવેલ હકીકત રજૂ કરીશું–સંપા.) ॥ શ્રીઇન્દ્રભૂતિગૌતમનો પ્રશ્ન ।।
કૂર્માપુત્રરત્ર
આ ઇન્દ્રભૂતિ મુનિ, પ્રભુવીરનાં પ્રથમ શિષ્ય હતા, તેમનું ગૌતમ નામે ગોત્ર હતું. તેમનું શરીર ‘સમચતુરસ્ર' પલાંઠીએ બેઠા હોઈએ તો બે ખભા અને બે ઢીંચણ એમ ચાર, (અસ—)ખૂણેથી સરખું માળ ધરાવતું હતું. અસ્થિપંજરનું બંધારણ (=સંઘયણ | સંહનન) પણ અદ્ભુત હતું કારણકે) અસ્થિનાં સાંધા પરસ્પર ભીડાયેલા—પરોવાયેલા (નારાય) હતા. તેમાં વચ્ચે એક અસ્થિ ખીલાની જેમ આરપાર ગયેલું (વજ) હતું, ઉપરાંત તેની ઉપર
Jain Education International 2010_02
For Private & Personal Use Only
11
www.jainelibrary.org