________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર પ૭ ૧૭. હે ભગવન્! હું પૂર્વભવમાં સુવેલ નામના વેલંધરની (લવણ વગેરે
સમુદ્રમાં આવતી ભરતીને અટકાવવાનું કાર્ય, જે વ્યંતર દેવોને “જન્મનાં કાર્ય તરીકે સંભાળવાનો આચાર છે. તેની) માનવતી
નામે માનવસ્ત્રી હોવા છતાં) ભોગ પાત્ર એવી પ્રાણપ્રિયા હતી. ૧૮. આયુષ્ય પૂરું થતાં હું તો આ વનમાં ભદ્રમુખી નામે યક્ષિણી થઈ
છું. પરંતુ મારો પતિ ક્યાં જન્મ્યો છે તે આપ જણાવો–ત્યારે
કેવલીભગવંત સુલોચનમુનિજી મધુરવાણીથી કહે છે કે૧૯. હે ભદ્ર : તારો (પૂર્વભવનો) પ્રિયતમ (આ ભવમાં) આ નગરીનાં
દ્રોણ નામના રાજાનાં દુર્લભ' નામે પુત્ર તરીકે અવતર્યો છે. | કુમારનું અપહરણ, અને પુનઃ આગમની એંધાણી | ૨૦-૨૩. તે સાંભળીને કલ્યાણમુખી એવી ભદ્રમુખી યક્ષિણી પ્રસન્ન
થઈ. અને (પૂર્વભવનું) માનવતીનું રૂપ ધારણ કરીને, દુર્લભ રાજકુમાર પાસે પહોંચી ગઈ (૨૧) ત્યારે દુર્લભ બીજા રાજકુમારોને ઉછાળવાની રમત રમતો હતો. ત્યારે તે જોઈને કંઈક હસીને ભદ્રમુખી બોલે છે કે આવા રક(=રાંક | બાપડા)ની સાથે તું રમત શું કરે છે. (૨૨) જો તારું ચિત્ત ચિત્ર-વિચિત્ર બાબતોમાં ચંચલ (લાલાયિત | ઇચ્છુક) થઈ જાય છે, તો મારી પાછળ દોટ લગાવ–આવું સાંભળીને કુમારનું ચિત્ત કુતૂહલથી ખેંચાઈ ગયું. અને તે કન્યાની પાછળ પાછળ દોડવા માંડ્યો. આગળ આગળ દોડતી તે કન્યા(રૂપે રહેલી ભદ્રમુખી યક્ષિણી) કુમારને પોતાનાં
વનમાં આવેલા મંદિરમાં લઈ ગઈ. (૨૩) ૨૪. ત્યાંથી–વડવાઈઓ વાળા ઘેઘુર = વિશાલ વટવૃક્ષની નીચેના રસ્તે
થઈને પાતાલની અંદર–પોતાનાં દિવ્ય વાસભવનમાં લઈ ગઈ. રાજકુમાર તો સુવર્ણમય અતિરમણીય તે સુરભવનને જોતો જ રહ્યો, અને તે કેવું સુંદર છે ? તે જુઓ–
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org