________________
સર્ગ ૩ જો ૪૦.પતિનું એવું વચન સાંભળીને યશોમતી પુનઃ બોલી “સંતતિ
મેળવવાને માટે તમારે દેવતાની આરાધના કરવી જોઈએ.” ૪૧.ત્યારે તે પાપ રહિત (ગ) આ પ્રમાણે બોલ્યો, ““હે સુંદર
ભ્રમરવાળી ! તે બરાબર કહ્યું, ઈચ્છિત વસ્તુ મેળવવા માટે
સમુદ્રનું આરાધન સારી રીતે કરીશ.” ૪૨. “સર્વ દેવતાઓનો આશ્રયભૂત, તથા પર્વતોનો મોટો આધાર
જે રત્નાકર, તેને છોડીને ક્યો બુદ્ધિમાન પુરુષ બીજા દેવની
ઉપાસના કરે ?” ૪૩. “હે પ્રિયા ! જે કારણથી પુત્રવડે કુળ રહે છે, અને ધનવડે ધર્મ
કાર્ય થાય છે તે જ કારણથી પુત્ર અને ધન એ બન્નેની પ્રાપ્તિ
માટે હું સમુદ્રને સેવીશ.” ૪૪. પ્રફુલ્લિત વદનવાળી યશોમતી પણ પોતાના પતિને કહેવા
લાગી “જો તમે સમુદ્રની આરાધનામાં તત્પર થશો તો એ
સર્વકાર્ય સિદ્ધ થશે.” ૪૫.જગતને આનંદ કરનાર જગડૂ, એક શુભ દિવસે જળના
છંટકાવથી પવિત્ર થયેલા સમુદ્રને કિનારે ગયો. ૪૬.હવે ભક્તિથી શોભતા જગડૂએ સાત દિવસ ઉપવાસ કરી,
અને અનેક પ્રકારનાં નૈવેદ્ય ધરી સમુદ્રનું આરાધન કર્યું.
૧. એવી કથા છે કે પૂર્વે પર્વતોને પાંખ હોવાથી તેઓ સ્વર્ગ, પૃથ્વી, પાતાળ
વગેરે ઠેકાણે ઠેકાણે ઊડતા હતા, અને ઘણો ઉપદ્રવ કરતા, ઇંદ્ર એક વખત કોપાયમાન થઈ યુદ્ધમાં સર્વે પર્વતોની પાંખો કાપી નાખી. તે વખતે હિમાલયનો પુત્ર મૈનાક નાઠો, અને તેણે સમુદ્રમાં પડી આશ્રય લીધો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org