________________
શ્રીજગડૂચરિત ૩૩. “ધૂળથી ખરડાયેલા પુત્રના અંગને આલિંગન કરવાથી થતા
સુખરૂપ અમૃતવડે સુભાગી જનોનાં હૃદયનો સઘળો તાપ નાશ
પામે છે.” ૩૪. “હાય ! મને કે આ મારા બે નીતિમાન ભાઈઓને પણ
પવિત્ર સંતતિ નથી કે જેથી વંશ સ્થાયી રહે (પરંપરા ચાલે.)” ૩૫ ભર ચિંતામાં વ્યગ્ર થયેલા પોતાના પ્રિય(પતિ)ને, શુદ્ધ પ્રેમવાળી
અને અતિ વિચક્ષણ યશોમતી આ રીતે કહેવા લાગી. ૩૬. “હે પ્રાણનાથ ! હમણા તમને શું આધિ (ચિંતા) છે, અથવા
તો શું વ્યાધિ છે? જેથી આ તમારું મુખ, દિવસના ચંદ્ર સરખું
(તેજ રહિત) થતું જાય છે.” ૩૭. ““હે જીવન આધાર ! તમારે મારાથી છાની રાખવા લાયક
એવી શી ગુહ્ય વાત છે ? જેથી મારી આગળ એ દુઃખ તમો નિવેદન કરતા નથી ?” ૩૮. ત્યારે તે પોતાની અસાધારણ ગુણવાળી પ્રાણપ્રિયાને કહેવા
લાગ્યો ““હે ભદ્રે ! મને સપુત્ર નથી, એ જ મારા પરમ
દુઃખનું કારણ છે.” ૩૯. ““વળી મારા બે સદાચરણી ભાઈઓને પણ ખરેખર પુત્રસંતતિ
નથી, તેથી હું મારા કુળની પડતી આવતી જોઈને નિરંતર પીડાઉં છઉં.”
૧. એવો જ અર્થ શાકુન્તલ નાટકના સાતમા સર્ગમાં છે. બંન્યાસ્તરનHI
મતિનીમતિ || રા. સા. દલપતરામ ખખ્ખર કૃત શાકુન્તલનાટકનું ભાષાંતર, પાનું ૧૭૨. એવા પુત્રતણા મલીન તનથી, માબાપ વસ્ત્રો કરે, પોતાનાં શુભ જે મલીન, જગમાં છે ધન્ય તેને ખરે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org