________________
૭પ
સર્ગ ૩ જો ૨૫.“જો તું તારી વિધવા પુત્રી માટે વર શોધતો હોય, તો
હે શ્રીમદ્ ! અમારે વાસ્તુ પણ વરની શોધ કરજે.” ૨૬.એ શ્રીમાળવંશનો શૃંગાર જગડૂ, તે બે સ્ત્રીઓનાં એવાં બોધક
અને શુદ્ધ વચન સાંભળીને મનમાં લજ્જા પામ્યો. ૨૭.પછી યશોમતીનો પતિ (જગ) તે બેઉનું વચન માન્ય કરીને,
પુત્રીનાં શ્રેય અર્થે કૂવા, સેલોર (વાવ), આદિ પુણ્યનાં કાર્યો
કરાવવા લાગ્યો. ૨૮.તે ગંભીર બુદ્ધિવાળો (જગ), પુત્રીના વૈધવ્યનું દુઃખ મનમાંથી
દૂર કરી, અનેક પુણ્યનાં કાર્યની હમેશાં (પોતાના મનમાં)
ગોઠવણ કરવા લાગ્યો. ૨૯ અને તેણે સર્વ અર્થીઓનું દારિત્ર્ય સંપૂર્ણ ટાળવામાં કેટલોએક
કાળ ગાળ્યો, પણ તેને પુત્ર થયો નહીં. ૩૦.જો કે તે અનેક જાતનાં પુણ્ય કરતો હતો, અને તેને બે ભાઈઓ
હતા, તો પણ તેને સપુત્રની સંતતિ થઈ નહીં. ૩૧.(એક સમયે) પાછલી રાતના સોળનો પ્રથમ પુત્ર (જગ),
(પાપરહિત) સસંતતિ નહીં હોવાથી આ પ્રમાણે ચિંતા કરવા
લાગ્યો. ૩૨. “જેમ થાંભલાને આધારે ઘર રહે છે, શેષનાગને આધારે
પૃથ્વી રહે છે, અને લંગર(નગર)ને આધારે વહાણ થોભે છે, તેમ પુત્રને આધારે કુળ રહે છે.”
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org