________________
૭૪
શ્રીજગડૂચરિત ૧૬ જેમ સહૃદયમાં ભાવના (સારી ધર્મવાસના) વૃદ્ધિ પામે, તેમ
તે મણિના પ્રતાપથી જગડૂના ઘરમાં સર્વ તરેહની લક્ષ્મી વધવા
લાગી. ૧૭.જગડૂ મોટાં દાન દઈને અર્થીઓનાં મનોરથ ચિંતામણિની પેઠે
અત્યંત પૂરતો હતો. ૧૮.શ્રેષ્ઠ દાનકર્મથી થયેલા ક્ષીરસમુદ્રના મોજા સરખા જગડૂની
કીર્તિના સમુદાયથી ત્રિલોક ઉવળ થયું. ૧૯ જેમ ધીરતા(રૂપી સ્ત્રી)થી મુદા (હર્ષ)રૂપી કન્યા જન્મે છે, તેમ
શ્રીમાન્ જગડૂને પોતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાનો
જન્મ થયો. ૨૦.કુળરૂપ કમળમાં રાજહંસની પેઠે દિનપ્રતિદિન વધતી જતી તે
(કન્યા), પોતાની ગતિ (પગની ચાલ) તથા મધુરવાણીથી
કોનાં મન હરતી નહોતી ? ૨૧.તે કન્યાને તેણે (લગ્નનો સમય આવે) એક સારે દિવસે
યશોદેવ નામના પુરુષોને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ
કર્યા પછી તત્કાળ તે મૃત્યુ પામ્યો. ૨૨. શુભસ્થાને પ્રતિકૂળ જઈ અશુભ કરનાર એ દૈવનો મહિમા આ
જગતમાં કોઈથી પણ ઉલંઘાયો નથી. ૨૩.ત્યાર પછી સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધ પુરુષોની
અનુમતિથી પોતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર
થયો. ૨૪. (ત્યારે) બે કુળવાન, વૃદ્ધ, અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર
સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org